ગાંધીનગર ૧૦.૦ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું

અમદાવાદ: જમ્મુ-કાશ્મીર સ‌િહતના ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીના પગલે ગુજરાતમાં પણ શિયાળાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદ સ‌િહત સમગ્ર રાજ્યમાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે ૧૦.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે.

ઉત્તરાયણ આડે હવે ગણતરીના ત્રણ દિવસ બાકી રહ્યા હોઇ પુનઃ ઠંડીનો પ્રકોપ વધ્યો છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે ધાબા પર પતંગ ચગાવતી વખતે પતંગરસિયાઓને ઠંડા સુસવાટા મારતા પવનો મળતા હોય છે. આ વખતે પણ ઉત્તરાયણના દિવસોમાં માહોલ ઠંડોગાર રહેશે.

આજે અમદાવાદમાં ઠંડીનો ચમકારો હતો. શહેરમાં ઠંડીનો પારો ૧ર.પ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો. જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ છે. ગુજરાતનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં વડોદરામાં ૧૪.૦, સુરતમાં ૧૬.૪, રાજકોટમાં ૧૩.ર અને ભૂજમાં ૧૪.૭ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

જ્યારે ડીસામાંં ૧૦.પ, ભાવનગરમાં ૧૪.ર, પોરબંદરમાં ૧ર.૪, દ્વારકામાં ૧પ.૦, ઓખામાં ર૦.૦, નલિયામાં ૧૦.ર, સુરેન્દ્રનગરમાં ૧૪.૦, કંડલામાં ૧૪.૦, અમરેલીમાં ૧૧.૦, મહુવામાં ૧૧.૯, વલસાડમાં ૧૧.૦૧ અને વલ્લભવિદ્યાનગરમાં ૧પ.૦ ‌ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયંુ હતું. દરમિયાનમાં સ્થાનિક હવામાનખાતાની આગાહીમાં જણાવ્યા મુજબ આગામી ૭ર કલાક રાજ્યમાં ઠંડીનો માહોલ યથાવત્ રહેશે.

You might also like