ગાંધીનગરઃ આનંદી બહેને રાજીનામુ આપ્યું તે પહેલાં એક મહત્વની જાહેરાત કરી હતી કે 15મી ઓગસ્ટથી ટોલ ટેક્સ નાબુદ કરવામાં આવશે. પરંતુ હાલમાં જ ચાર્જ સંભાળેલ રૂપાણીએ બેનની આ જાહેરાતને ટાળી છે. રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ટોલ ટેક્સ નાબુદ કરવા સરકાર વિચારી રહી છે. પરંતુ 15મી ઓગસ્ટની તારીખ ઘણી જ વહેલી છે. આનંદીબેન દ્વારા જે પણ જાહેરાત કરવામાં આવી છે. તેને અમલમાં મૂકવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
હાલ રૂપાણી સરકાર કાટાળો તાજ પહેરીને સીએમની ખુરશી પર બેઠી છે. તેમના માટે વર્ષ 2017ની ચૂંટણી એક મોટો પડકાર છે. ત્યારે ભાજપનો ગઢ ગુજરાતમાં ગાજતો રહે અને હવે પછી કોઇ જ એવા મોટા આંદોલન ચૂંટણી સુધી ન થાય તે તેમનો પહેલો પ્રયાસ રહેશે. તેથી જ આનંદીબહેનના રાજીનામાં બાદ સત્તામાં આવેલા વિજય રૂપાણીએ મંત્રીમંડળમાં ઘરખમ ફેરફારો કર્યા છે. ત્યારે રૂપાણીનો પ્રયાસ આનંદીબહેનના રાજમાં ખરડાયેલ ગુજરાતની છબી સુધારવાનો રહેશે.