ઉપવાસનો દૌર યથાવત્, લોકશાહી બચાવવા CM રૂપાણી પણ કરશે અનશન

728_90

ભાજપ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. ગુજરાત મુખ્યપ્રધાન CM રૂપાણી પણ ઉપવાસ કરશે. લાલદરવાજા અપના બજાર ખાતે ઉપવાસ કરશે. સાંજના 5 વાગ્યા સુધી ઉપવાસ કરશે. તેઓ લોકશાહી બચાવવા માટે ઉપવાસ કરશે. જોકે સામે પક્ષે કોંગ્રેસે આ આંદોલનને સરકારી નિષ્ફળતા ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે, PM મોદી અને અમિત શાહ પણ 12મી એપ્રિલના રોજ એક દિવસીય ઉપવાસ કરવાના છે. ત્યારે દિલ્હી ભાજપના સાંસદ મીનાક્ષી લેખી અને ડોક્ટર હર્ષવર્ધને પાર્ટીના કાર્યકરતાઓને સતર્ક રહેવા જણાવ્યું છે. જાહેર જગ્યાએ ખાવા પર અને કેમેરાથી બચવાની સલાહ પણ આપી દેવાઈ છે.

આપને જણાવી દઇએ કે આ પહેલા મંગળવારે કોંગ્રેસ દ્વારા ઉપવાસનું આયોજન કરવામાં આવેલ,જેમા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કાર્યકરો સાથે રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઉપવાસ કરેલ. સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ઉપવાસનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય નેતાઓ અને કાર્યકરો જોડાયેલ. જો કે ઉપવાસના દિવસે કોંગ્રેસના કેટલાક નેતાઓ નાસ્તો કરતા કેમેરામાં ક્લિક થયા હતા અને તેમનો ફોટો વાયરલ પણ થયો હતો. ત્યારે આવતીકાલે રૂપાણી સહિત ભાજપના અન્ય નેતાઓ આ ઉપવાસ કાર્યક્રમમાં જોડાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

You might also like
728_90