સીએમ બંગલાનું મેક-અોવર થશે

અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સત્તાવાર નિવાસનું મેકઓવર શરૂ થયું છે. વર્ષ ર૦૦૧ પછી પહેલી વાર બંગલા નં.૧ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન તેમના જીવનસાથી સાથે રહેવા આવ્યા છે. સીએમ રૂપાણી મુખ્યપ્રધાન બંગલોમાં શિફ્ટ થઇ ચૂક્યા છે ત્યારે રૂપાણીનાં પત્ની અંજલિબહેન રૂપાણીએ બંગલામાં થોડા ફેરફારો અંગેની સૂચના વિભાગને આપી હોવાનું આધારભૂત સૂત્રો જણાવે છે. રૂપાણીના નિવાસસ્થાન ઉપરાંત તેમની બાજુમાં બંગલામાં પણ ફેરફારો કરવામાં આવશે.બેડરૂમ, વોશરૂમ સહિતના તમામ બારીઓના કાચ બદલી નખાશે. મકાનને આછા રંગથી રંગવામાં આવશે. હાલમાં તેઓએ બેથી ત્રણ હળવા રંગ પસંદ કર્યા છે.

વર્ષ ર૦૧૦માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે બંગલાનું રિનોવેશન હાથ ધરાયું હતું. રિનોવેશન દરમ્યાન એસી બદલાયાં હતાં. ફર્નિચર, ઓડિયો સિસ્ટમ, કમિટીરૂમ, એન્ટ્રી પેસેજ, બેડરૂમ, બારી-દરવાજા, ફલોરિંગ વગેરે બદલવામાં આવ્યાં હતાં. જેમાં ૧ કરોડ જેટલો ખર્ચ કરાયો હતો.

જ્યારથી આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન બન્યાં એટલે તેઓ બંગલા નં.૧માં રહેવા આવ્યા. આનંદીબહેન જિમનો ઉપયોગ કરતાં ન હતાં એટલું જ નહીં બંગલાની બારીઓ બંધ રહે તેવું પસંદ કરતા હતા.  બંગલામાં રૂપાણીએ સૂચવેલા ફેરફાર અનુસાર અંદાજે પ૦ લાખમાં રિનોવેશન થાય તેવી ગણતરી છે. જોકે તેમને ઇન્ટિરિયર ડિઝાઇનરે કેટલાક ફેરફાર સાથેનાં સૂચનો આપ્યાં છે તેને ધ્યાને લેવાશે તો બંગલાનું ફર્નિચર બદલવામાં આવશે. બંગલાની બારીઓના કાચ, કલર કામ, પરદા, જિમ, અન્ય મરામત, ઓફિસ રિનોવેશન વગેરેનું રિનોવેશન શરૂ કરાયું છે.

You might also like