વિરમગામ ખાતે યુવા સંમેલનમાં સીએમનું સંબોધન, પ્રાઇવેટ સેકટરમાં 10 લાખ રોજગારીનો સંકલ્પ

આજરોજ ભાજપ યુવા મોરચા દ્વારા વિરમ ગામ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવા સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિરમગામ ખાતે યોજાયેલ યુવા સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિરમગામ ખાતે યુવા સંમેલનમાં હાજરી આપી રોજગાર પત્રો એનાયત કર્યા હતા. યુવા સંમેલબનને સંબોધતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતનો યુવાન આગળ વધે તે માટે સરકાર તકો આપશે વ્યવસ્થાઓ કરશે. ભારતના વિકાસમાં ગુજરાતનો યુવાન પાછીપાની નહિ કરે.

યુવા સંમેલનને સંબોધતા સીએમ કહ્યું કે રાજનીતિમાં વિકાસની રાજનીતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરી. જેમાં અનેક યોજના બનાવી યુવાનોને ચેતવનંત બનાવ્યા. આ યુવા ભારત છે, યુથ દેશનો પ્રાણ છે. ગુજરાતના સ્થાપના દિવસ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસના સમયમાં બેરોજગારી વધી. મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ સેકટરમાં 10 લાખ રોજગારી સરકારનો સંકલ્પ છે. અમે યુવાનોને કામ આપવા માંગીએ છીએ. રોજગારીનું વાતાવરણ ઉભુ કરવા માંગીએ છીએ. યુવાનોને આધુનિક બનાવવા માંગીએ છીએ.

You might also like