અમદાવાદ : સીએમના હસ્તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહુર્ત

અમદાવાદ : મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી શંકર ચૌધરી, કમિશનર ડી. થારા તેમજ શહેરના મેયર ગૌતમ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યા બાદ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે સંબોધન કર્યું હતું. સીએમ આનંદીબહેન પટેલે સંબોધન કરતાં જણાવ્યું કે 7000 કરતાં વધુ ઝૂંપડપટ્ટીવાળાઓને પાકા મકાન અપાશે.

જ્યારે વાડજ વિસ્તારને સ્માર્ટ વિસ્તાર બનાવાશે તેમ જણાવ્યું હતું. સીએમ વિશેષમાં જણાવતાં કહ્યું સરકારે તમામ ગરીબ લોકો માટે રહેવાની વ્યવસ્થા કરી છે. સીએમ જણાવ્યું કે લોકો નવા મકાનોમાં રહેવા જાય. સરકારના સહકારથી લોકો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે તેમ પણ સીએમએ જણાવ્યું હતું. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે આંદોલન અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે આંદોલન અને રેલી એ આપણું કામ નથી. લોકો માટે સરકાર સારું કામ કરી રહી છે.

You might also like