૧૯મીએ આનંદીબહેન ગુજરાત ટ્રાવેલ માર્ટનું ઉધ્ધાટન કરશે

ગાંધીનગર: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા આગામી તા. ૧૯મી ફેબ્રુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત ટ્રાવેલ માર્ટનો દબદબાભેર પ્રારંભ કરાવશે.દેશના પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને અવ્વલ નંબર અપાવવા રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રની નવી નવી સર્કિટને વિકસીત કરાઇ રહી છે. આ ઉપરાંત પર્યટકોને આકર્ષવા માટે વિવિધ પ્રાકરનું માર્કેટિંગ કરવામાં આવે છે. ખૂશ્બુ ગુજરાત કી કાર્યક્રમ હેઠળ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતના પર્યટન ક્ષેત્રનું દેશભરમાં માર્કેટિંગ કરે છે.

મહાત્મા મંદિર ખાતે સાંજે પાંચ વાગ્યે ગુજરાત ટ્રાવેલ માર્ટનું આયોજન કરાયું છે. જેનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે. આ ઉપરાંત તેઓ ૧૮મી ફેબ્રુઆરીએ જયપુર જશે. જયપુરમાં ભારતીય કિસાન સંઘની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું છે, જેમાં તેઓ ઉપસ્થિત રહેશે. જયપુર ખાતેની મુલાકાતમાં આનંદીબહેન સ્થાનિક ગુજરાતી અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.દરમિયાન આજે બપોરના બે વાગે આનંદીબહેન અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે હીરો મોટર્સની ફેકટરીનું ઉદઘાટન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાણંદ આસપાસનો આ સમગ્ર વિસ્તાર ગુજરાતના ઓટો હબ તરીકે વિકસિત થઇ રહ્યો છે.

You might also like