ગુજરાત ચેમ્બરની ચૂંટણી માટે ૧૬ ઉમેદવારીપત્ર ભરાયાં

અમદાવાદ: ગુજરાત ચેમ્બર અૉફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ, સિનિયર ઉપપ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારીની વિવિધ કેટેગરીની 23 બેઠક માટે અાગામી તા. 18 જૂનના રોજ તેમજ બિઝનેસ વિમેન વિંગના ચેરપર્સન અને કો-ચેરપર્સન તેમજ વર્કિંગ કમિટીના પાંચ સભ્યો માટે અાગામી તા. 10 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. જેના અંતર્ગત ચેમ્બરના પ્રમુખ, સિનિયર ઉપપ્રમુખ સહિતની વિવિધ બેઠકો ઉપર કુલ ૧૬ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી છે.

જેના અંતર્ગત ચેમ્બરના પ્રમુખ તરીકે સિનિયર ઉપપ્રમુખ જ ઉમેદવાર બની શકે છે. અાથી ચેમ્બરના પ્રમુખપદ માટે સિનિયર ઉપપ્રમુખ ‌િબ‌િપન અાર. પટેલે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સિનિયર ઉપપ્રમુખપદ માટે શૈલેશ અાઈ. પટવારીએ તેમજ ઉપપ્રમુખપદ માટે કે. ટી. પટેલે ઉમેદવારી નોંધાવી છે. અા ઉપરાંત કારોબારી કમિટીની વિવિધ કેટેગરીની 23 બેઠકો માટે કુલ 11 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં કોર્પોરેટ કેટેગરીની ત્રણ બેઠક માટે કે. અાઈ. પટેલે, પેટ્રન-લાઈફમેમ્બરની ત્રણ બેઠક માટે સંજીવ છાજેર (લોકલ) અને ભાર્ગવ કે. ઠક્કર (અાઉટ સ્ટેશન)એ માટે ઉમેદવારી નોંધાવી છે. બિઝનેસ એસોસિયેશન કેટેગરીની ત્રણ બેઠક માટે જ્યોતીન્દ્ર પટેલે જ્યારે જનરલ કેટેગરીની 12 બેઠક માટે અા‌િશષ એસ. ગુરુ (લોકલ), જૈમિન વસા (લોકલ), ભૂપેન્દ્ર સી. પટેલ (લોકલ), દીપક એ. શાહ (લોકલ), વિદ્યુત વી. બુચ (અાઉટ સ્ટેશન) અને શૌરિનભાઈ જે. પરીખે (અાઉટ સ્ટેશન) માટે ઉમેદવારી નોંધાવી છે.

અા ઉપરાંત બિઝનેસ વિમેન વિંગના ચેરપર્સનની જગ્યા માટે રેખાબહેન અધ્વર્યુએ જ્યારે બિઝનેસ વિમેન વિંગની વર્કિંગ કમિટીની પાંચ બેઠક માટે ‌િશલ્પા એ. ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અાગામી તા.28 મેના રોજ ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે મોટા ભાગના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના છે.

ચેમ્બરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીને હોદ્દેદારો ઉપર પ્રેશર ટેકનિક અજમાવીને કારોબારીમાં કે અન્ય કમિટીમાં ઈન્વાઇટી કે કો-અોપ. સભ્ય તરીકે સ્થાન મેળવવાની તરકીબો અજમાવવામાં અાવતી હતી. જોકે અા વર્ષે અાવી તરકીબો અજમાવનારાઅોની સંખ્યા અોછી જોવા મળશે, કારણ કે ચેમ્બરની બંધારણીય કમિટી દ્વારા તાજેતરમાં કરાયેલા વિવિધ સુધારાઅોમાં એક સુધારો એવો કર્યો છે કે જે કોઈ સભ્ય સતત બે વર્ષ સુધી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીને પરત ખેંચી લેનાર સભ્યોને કારોબારી કમિટી કે અન્ય કોઈ પણ કમિટીમાં ઈન્વાઇટી (અામંત્રિત સભ્ય) કે કો-અોપ. સભ્ય તરીકે લઈ શકાશે નહીં.

અાથી ઉમેદવારી નોંધાવીને હોદ્દેદારોના નાક દબાવવાનો પ્રયાસ કરનારા સભ્યો ઉપર લગામ અાવી ગઈ છે, જેના લીધે ચેમ્બરની ચૂંટણીમાં અા વખતે ઉમેદવારી નોંધાવીને પરત ખેંચી લેનારા સભ્યોની સંખ્યા ઘણી અોછી હશે અથવા તો નહીંવત્ હશે.

You might also like