રાજ્યના ખેડૂતની શોધ પહોંચી કેન્યા, ગરીબ ખેડૂતો માટે બન્યું વરદાન

અમદાવાદ : રાજ્યના અમરેલીનું નામ આજકાલ આફ્રિકામાં સૌથી વધારે પ્રસિદ્ધ થયું છે. આ અંગેનું કારણ છે અમરેલીના એક ખેડૂતે કરેલી ખાસ શોધ. અમરેલીના મનસુખ જગાણી નામના ખેડૂતે એક વિશિષ્ટ મશીન બનાવ્યું છે જેનું નામ ‘ બુલેટ શાંતિ’ રાખવામાં આવ્યું છે. ખાસ ગરીબ લોકો માટે બનાવામાં આવેલા મશીન 2012ની આફ્રિકા કૃષિ ક્ષેત્રમાં આવેલી ક્રાંતિમાં સૌથી વધુ મદદગાર રહ્યું છે. આ આવિષ્કાર આધિકારીક રૂપથી લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકન દેશોની મુલાકાતે છે. પીએમ નરેન્દ્ર મોદી કેન્યાની મુલાકાતે પણ જવાના છે. આફ્રિકાના ગરીબ ખેડૂતો માટે આ શોધ એક વરદાન સાબિત થયું છે. આ મશીનની કિંમત ખેતીના વપરાશ માટેના બળદ કરતાં પણ ઓછી થાય છે. આ બુલેટ શાન્તી એક ત્રણ પૈંડાવાળું વ્હીકલ છે. જેમાં લગાવેલ હળને મોટરબાઇકના એન્જીન દ્વારા ચલાવવામાં આવે છે.

એક અહેવાલ મુજબ 75 ખેડૂતોએ આ મશીનનું બુકિંગ કરાવ્યું છે અને 2 હજારથી પણ વધુ બુકિંગ માટે તૈયાર છે. આ મશીન અંગેનું ટ્રાયલ 14થી પણ વધારે દેશોમાં આપવામાં આવ્યું છે. હાલમાં કેન્યામાં 100થી વધુ ખેડૂતો આ મશીનનો ઉપયોગ કરી રહ્યાં છે.

You might also like