બજેટમાં અમદાવાદનાં ભાગે માત્ર બે ફ્લાય ઓવર અને ચંડોળા તળાવ

અમદાવાદ : નાણામંત્રી સૌરભ પટેલ દ્વારા વર્ષ 2016-17નાં વર્ષ માટેનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટમાં મોટેભાગે સમાજસેવા, પાણી તથા સ્વાસ્થયને લગતી સેવાઓ પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 2016 – 17નાં બજેટમાં અમદાવાદ શહેર માટે પણ કેટલીક ખાસ જાહેરાતો કરવામાં આવી રહી હતી.
– સરકાર દ્વારા અમદાવાદની ખારીકટ કેનાલનાં સર્વે માટે 1 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
– અમદાવાદનાં ચંડોળા તળાવને કાંકરિયાની તર્જ પર વિકસાવવામાં આવશે.
– ચંડોળા તળાવને પ્રવાસન ઘામ બનાવવા માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
– અમદાવાદમાં ટ્રાફકની સમસ્યા સતત વકરી રહી છે.
– વકરી રહેલી સમસ્યાને ધ્યાને લઇને એસજી હાઇવે પર આવેલ પકવાન સર્કલ પર ફ્લાય ઓવર બાંધવામાં આવશે.
– નરોડા રેલ્વે સ્ટેશન નજીક આવેલી ફાટક પર પણ ગાંધીનગરથી આવતો ટ્રાફીક મોટા પાયે અટવાયેલો રહે છે.
– નરોડા ફાટક પર ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

You might also like