ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી, કમલમ્ ખાતે ત્રિ-દિવસીય પાર્લામેન્ટરી બેઠકનો છેલ્લો દિવસ

ગાંધીનગરના કમલમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ચાલી રહેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે બેઠકમાં 14 જિલ્લાઓને લઇને ચર્ચા થશે.  આજે સૌરાષ્ટ્ર -કચ્છના તમામ  જીલ્લાઓ તેમજ પાટણ, મહેસાણાના ઉમેદવારો અંગે ચર્ચા થશે.

મહત્વનુ છે કે, 4 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. 2 જીલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જો કે, હજુ સુધી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની તારીખો  જાહેર થઈ નથી.. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ રહી છે.

1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પણ ભાજપે જીતવા દમ લગાવવો પડશે. આ સ્થાનિક ચૂંટણી માટે 15 જાન્યુઆરીએ જાહેરનામુ પ્રસિદ્વ કરાયું હતું. 20 જાન્યુઆરી ઉમેદવારી પત્ર રજૂ કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારી ચકાસણી રજૂ કરવાની તારીખ 22 જાન્યુઆરી છે. 4થી ફેબ્રુઆરીએ સ્થાનિક ચૂંટણીઓ યોજાશે અને 6 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.

શું છે હાલની સ્થિતિ ? 
– 75 નગરપાલિકા 
  62 – ભાજપ 
  13 – કોંગ્રેસ

– 17 તાલુકા પંચાયત 
  12 – ભાજપ 
  5 – કોંગ્રેસ

– 2 જિલ્લા પંચાયત ભાજપ હસ્તક

You might also like