આજે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી, 99 ઉમેદવારો મેદાનમાં

આજે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં કુલ 99 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાંથી પ્રાથમિકતાના ધોરણે 25 ઉમેદવારોને ચૂંટવામાં આવશે. જો કે, ગુજરાત બાર કાઉન્સિલમાં હાલ 74 હજાર વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ચકાસણી બાદ 50,016 વકીલોને મતદાન માટે યોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

રાજ્યભરમાં 138 મતદાન મથકો પણ ઉભા કરવામાં આવ્યા છે. તો મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને આચારસંહિતાના ચુસ્ત પાલન માટે વીડિયોગ્રાફી સહિતની પણ ગોઠવણી કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર, આગામી 7મી એપ્રિલે મતગણતરી થશે, પણ ગુજરાત બાર કાઉન્સિલ આ પરિણામની જાહેરાત નહીં કરે. ચૂંટણીનું પરિણામ સીધુ ટ્રિબ્યુનલને સોંપવામાં આવશે. ટ્રિબ્યુનલ ગેઝેટ દ્વારા પરિણામની જાહેરાત કરાશે અને બાદમાં બેઠક બોલાવી નવા સભ્યોને ચાર્જ હેન્ડઓવર કરવામાં આવશે.

You might also like