ગુજરાત એટીએસએ ‌સીમીના આતંકીને ભીલવાડાથી ઝડપ્યો

અમદાવાદ: વર્ષ 2008માં જયપુરમાં થયેલા ‌િસ‌િરયલ બોમ્બ બ્લાસ્ટ કેસ તથા વર્ષ 2004 થી 2007 દરમ્યાન જયપુરમાં થયેલા જેહાદી ષડ્યંત્રના કેસમાં સંડોવાયેલા સીમીના આંતકી ઇમરાન ફોજદારની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં ગુજરાત એટીએસની ટીમે ભીલવાડામાંથી ‌િદલધડક ઓપરેશન હાથ ધરીને સીમીના આંતકીની ધરપકડ કરીને રાજસ્થાન એટીએસને સોંપ્યો છે.

જયપુરમાં જેહાદી ષડ્યંત્ર કરવાના કેસમાં તથા ‌િસ‌િરયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સંડોવાયેલા મોહંમદ સુવાલને ગુજરાત એટીએસએ તાજેતરમાં ધરપકડ કરીને રાજસ્થાન એટીએસને સોંપ્યો હતો. ત્યાર બાદ વધુ એક આંતકીની બે દિવસ પહેલાં દિલધડક ઓપરેશન હાથ ધરીને ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે જયપુરમાં વર્ષ 2004થી 2007 દરમ્યાન જેહાદી ષડ્યંત્રના જેટલા કેસો નોંધાયા છે તેમાં આંતકી ઇમરાન ફોજદારનું નામ હતું. આ સિવાય જયપુરમાં થયેલ ‌િસ‌િરયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં પણ તેનું નામ ખુલ્યું હતું. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે બ્લાસ્ટનો આરોપી ઇમરાન ફોજદાર ભીલવાડામાં છુપાયો છે, જેથી બે દિવસ પહેલાં ગુજરાત એટીએસની ટીમે ઓપરેશન હાથ ધરીને ઇમરાનની ધરપકડ કરી હતી, જોકે ઇમરાનના કોઇ પણ ગુના ગુજરાતમાં નહીં હોવાના કારણે રાજસ્થાન એટીએસના એસપી વિકાસ કુમારને ઇમરાનની કસ્ટડી હાથોહાથ આપી હતી. આ મુદ્દે ગુજરાત એટીએસના એસપી ‌િહમાંશુ શુકલાએ જણાવ્યું છે કે ઇમરાનની ભીલવાડામાંથી ધરપકડ કરી છે અને તેને રાજસ્થાન એટીએસને સોંપી દેવામાં આવ્યો હતો. તેના ઉપર સીમીના આંતકી હોવાનો આરોપ છે અને જયપુરમાં બ્લાસ્ટ પહેલાં જેહાદી ષડ્યંત્રના ગુનામાં પણ સંડોવાયેલો હતો.

You might also like