ગુજરાત વિધાનસભાનાં સ્પિકર ગણપત વસાવાનાં પિતાનું અવસાન

સુરત : વિધાનસભાનાં સ્પીકર ગણપત વસાવાનાં પિતા વેસ્તાભાઇ પટેલનું અવસાર થયું છે. વેસ્તાભાઇ લાંબા સમયથી પથારીવશ જ હતા. જો કે આજે વહેલી સવારે તેનું અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર ઉમરવાડાવાડી ગામ ખાતે કરવામાં આવશે. ગણપત વસાવા માંગરોળનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં સ્પીકર છે. જેનાં પિતા વેસ્તાભાઇ પટેલ છેલ્લા પંદર દિવસથી બિમાર હતા. સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવારે તેનું મોત થયું હતું.
વેસ્તાભાઇને ત્રણ દિકરા અને સાત દીકરીઓ છે. સમગ્ર સમાજમાં સેવા માટે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ બનાવી વેસ્તાભાઇ વસાવાએ સમાજ સેવાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. ગુજરાત વિધાનસભા સ્પીકર ગણપત વસાવાનાં પિતાનું અવસાન થયા બાદ સુરત ભાજપે પણ શોક જાહેર કર્યો છે. જેનાં પગલે તેઓ 84 વિધાનસભા વિસ્તારમાં જીત થઇ હોવા છતા પણ તેની ઉજવણી નહી કરે.

You might also like