ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ, ચૂંટણી આયોગની મહત્વની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઇને દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી આયોગની મહત્વની બેઠક યોજાશે. ડેપ્યુટી ઇલેકશન કમિશનર ગુજરાતના અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં આચારસંહિતા ઉમેદવારના ખર્ચ અંગેના ધારાધોરણો નક્કી કરવા અંગે ચર્ચા હાથ ધરાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર બી. બી. સ્વેન હાલ દિલ્હીની મુલાકાતે છે. જ્યારે આ બેઠકમાં અન્ય ત્રણ ચૂંટણી અધિકારીઓ અને બે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

You might also like