Video: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો સર્વેઃ BJPનો કેસરિયો લહેરાશે, તેવો દાવો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં કોંગ્રેસ અને ભાજપ સિવાયના પક્ષો પણ તમામ પ્રકારે જોર લગાવી જીતવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જો કે ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી ખાસ મહત્વની છે અને બંને પક્ષો સામસામે આવી ગયા છે. (આ ન્યૂઝનો વીડિયો જુઓ નીચે…)

આ ચૂંટણીમાં જીતી કોંગ્રેસ પોતાના 22 વર્ષોના વનવાસને પૂરો કરવા માગી રહી છે અને ભાજપ જે હાલમાં સત્તાધારી પક્ષ છે, તે પોતાની સત્તા ટકાવી રાખવાના તમામ પ્રયત્નો કરી રહી છે. ચૂંટણી પહેલા સામાન્ય રીતે સર્વે અને ઓપિનિયન પોલ કરવામાં આવતા હોય છે. જેમાં આ વખતે પણ ચૂંટણી પહેલા કેટલીક સંસ્થાઓ અને ન્યૂઝ એજન્સીઓ દ્વારા ગુજરાતના માહોલનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ભાજપની જીતના નગાડા સંભળાઈ રહ્યા છે. ત્યારે શું કહે છે ગુજરાતમાં ઓપિનિયન પોલના આંકડા જોઈએ આ અહેવાલમાં.

હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરના જબરદસ્ત વિરોધ છતાં રાજ્યમાં ભાજપની સરકાર અણસાર વર્તાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કરાયેલા સર્વેમાં સતત એવા સંકેત જોવા મળી રહ્યા છે કે, ભાજપ ફરીવાર સત્તામાં વાપસી કરી શકે છે. ઈન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઈન્ડિયા બાદ ખાનગી ન્યૂઝ એજન્સીના-લોકનીતિ-ના સર્વેમાં પણ ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત તરફ આગળ વધતી જણાઈ રહી છે.

ગુજરાત વિધાનસભામાં ટોટલ 182 બેઠકો આવેલી છે. જો વિસ્તાર પ્રમાણે સર્વેના આંકડા પર નજર કરવામાં આવે તો.. દક્ષિણ ગુજરાતમાં ભાજપને 51 ટકા અને કોંગ્રેસને 33 ટકા સીટો પર જીત મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 42 ટકા સીટો મળે તેવી સંભાવના છે. સર્વે પ્રમાણે ઉાર ગુજરાતની ભાજપને 44 ટકા અને કોંગ્રેસને 49 ટકા સીટો પર જીત મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ભાજપને 54 અને કોંગ્રેસને 38 ટકા સીટો પર જીત મળી શકે છે. એટલે કે ટોટલ 182 સીટોમાંથી ભાજપને 113-121 સીટ, કોંગ્રેસને 58-64 સીટ અને અન્ય પક્ષોને 1-7 જેટલી સીટો મળી શકે છે.

આ સર્વે પ્રમાણે, ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતી સરકાર બનાવે તેવું દેખાઈ રહ્યું છે. 182 સીટોવાળી વિધાનસભામાં ભાજપને ઓપિનિયન પોલમાં 113-121 સીટો મળી છે. ઈન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઈન્ડિયા સર્વેમાં પણ આ પ્રમાણે જ 115-125 સીટો ભાજપને મળે તેવો તર્ક સામે આવ્યો હતો. એટલે કે આ ચૂંટણીમાં ભાજપને 47 ટકા વોટ મળવાના સંકેત છે. જ્યારે 41 ટકા વોટ કોંગ્રેસને મળવાના સંકેત છે. ત્યારે જોવું એ રહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસના યુવરાજ ગાદી બનાવી શકે છે કે પછી ભાજપ ગાદી બચાવવામાં સફળ રહે છે.

સર્વે પ્રમાણે ક્યાં કોને કેટલી સીટ મળી શકે છે?
1) દક્ષિણ ગુજરાત
ભાજપ-51%
કોંગ્રેસ-33%

2) સૌરાષ્ટ્ર-કચ્છ
ભાજપ-42%
કોંગ્રેસ-42%

3) ઉત્તર ગુજરાત
ભાજપ-44%
કોંગ્રેસ-49%

4) મધ્ય ગુજરાત
ભાજપ-54%
કોંગ્રેસ-38%

કોને કેટલી સીટ? – કુલ વિધાનસભા સીટ-182
ભાજપ 113-121
કોંગ્રેસ 58-64
અન્ય 1-7

You might also like