મતગણતરીઃ કોંગ્રેસ 95 સીટો સાથે આગળ, શું ભાજપના હાથમાંથી સત્તા જશે?

રાજ્યમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. જો કે શરૂઆતની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં ભાજપ આગળ ચાલી રહી હતી. અને હવે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટોકટીની ટક્કર ચાલી રહી છે.

  • હાલમાં કોંગ્રેસ 92 બેઠકો સાથે આગળ
    ભાજપ 87 બેઠકો સાથે પાછળ
    અન્યને મળી 3 સીટો

ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી બંનેએ પોતાના પ્રચારમાં પ્રાણ પૂરી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જે રીતે પાટીદારોના આંદોલનના કારણે જનતાનું વલણ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યું હતું. અને હાલની મતગણતરી પ્રમાણે, પણ રાજ્યમાં કોંગ્રેસ ચાલી રહ્યું છે.

જો કે રાજ્યમાં ઘણી સીટો પર ભાજપના દિગ્ગજ નેતાઓ પાછળ ચાલી રહ્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ મહેસાણાથી પાછળ ચાલી રહ્યા છે. રાજ્યમાં ઘણી સીટો પર કોંગ્રેસના નેતાઓ આગળ ચાલી રહ્યા છે. આણંદની તમામ સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જો કે માંડવીથી કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ પાછળ ચાલી રહ્યા છે.

You might also like