Header

Live: ભાજપને બહુમતી મળી, રાજ્યમાં ફરીથી ગુજરાતની સરકાર બનશે, નવસર્જનનું પત્તું કપાયું

રાજ્યમાં મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ ગઈ છે. મતગણતરી સાથે જ હાલની સ્થિતિ પ્રમાણે ભાજપ આગળ જોવા મળી રહી છે. જો કે પરિણામો ગમે ત્યારે પલટાઈ શકે છે. રાજ્યમાં 37 જગ્યાએ મતગણતરી થઈ રહી છે.

હાલમાં 10 વાગ્યે એટલે કે ગણતરીના ચોથા રાઉન્ડ બાદ  કુલ 182 સીટોમાંથી 93 સીટો પર ભાજપની જીત થઈ ગઈ છે. જેમાં મહેસાણાના નીતિન પટેલ, ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી અને રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી જીત્યા છે.  કોંગ્રેસનો 75 સીટો પર વિજય થયો છે. અન્યમાં NCPના કાંધલ જાડેજા કુતિયાણાની સીટ પરથી જીત્યા છે. તો અપક્ષના ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ પણ જીત મેળવી છે.

જાણો કેટલી સીટો સીટો થઈ ફાઈનલ…
પરિણામ  –  176 / 182
ભાજપ              કોંગ્રેસ         અન્ય
100                   79              3

 

કયા ઉમેદવારોએ પક્ષોને અપાવી જીતઃ
1) એલિસબ્રિજથી ભાજપના રાકેશ શાહની જીત, વિજય દવેની હાર (BJP)
2) મણિનગરમાં ભાજપના સુરેશ પટેલની જીત, ગ્લેમરગર્લ શ્વેતા બ્રહ્મભટ્ટની હાર (BJP)
3) ખાડિયામાં ભાજપના ભૂષણ ભટ્ટની હાર, કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાની જીત.. (Congress)
4) ગોંડલથી ભાજપના ગીતાબા જાડેજાની જીત, કોંગ્રેસના ઘનશ્યામભાઈ ખટારિયાની હાર (BJP)
5) જૂનાગઢ બેઠક ભાજપે ગુમાવી, ભાજપના મહેન્દ્ર મશરૂ કોંગ્રેસના ભીખાભાઈ જોષી સામે હાર્યા (Congress)
6) સુરત ઉત્તરમાં ભાજપના કાંતિભાઈ બલરની જીત, કોંગ્રેસના દિનેશભાઈ કાછડિયાની હાર (BJP)
7) સિદ્ધપુરથી ભાજપના જયનારાયણ વ્યાસ હાર્યા, કોંગ્રેસના ચંદાજી ઠાકોરની જીત (Congress)
8) નડિયાદથી ભાજપના પંકજ દેસાઈની જીત, કોંગ્રેસના જીતેન્દ્ર પટેલ હાર્યા (BJP)
9) વટવાથી ભાજપના પ્રદિપસિંહ જાડેજાની જીત, કોંગ્રેસના બિપીનભાઈ પટેલ હાર્યા (BJP)
10) ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલની જીત, કોંગ્રેસના શશિકાંત પટેલની હાર (BJP)
11) અકોટામાં ભાજપના સીમાબેન મોહિલેની જીત, કોંગ્રેસના રણજીત ચૌહાણની હાર (BJP)
12) સુરત મજૂરાથી ભાજપના હર્ષ સંઘવીની જીત (BJP)
13) રાજકોટ પશ્ચિમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી 21,000મતથી જીત્યા, કોંગ્રેસના ઈન્દ્રનીવ રાજ્યગુરુ હાર્યા (BJP)
14) પોરબંદરથી બાબુ બોખિરીયાની 1855મતથી જીત, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની હાર (BJP)
15) દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમારની જીત, ભાજપના જીતેન્દ્ર વાઘેલા હાર્યા (Congress)
16) પારડીમાં ભાજપના કનુભાઈ દેસાઈની જીત,  (BJP)
17) નારણપુરામાં ભાજપના કૌશિક પટેલની જીત, કોંગ્રેસના નીતિનભાઈ પટેલની જીત (BJP)
18) ઉમિયાધામ ઉંઝામાં કોંગ્રેસના આશા પટેલની જીત, ભાજપના નારાયણભાઈ પટેલ હાર્યા (Congress)
19) ભાવનગર પૂર્વથી ભાજપના વિભાવરી દવેની જીત, કોંગ્રેસના નીતાબેન રાઠોડની (BJP)
20) બોરસદથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારની જીત, ભાજપના રમણભાઈ સોલંકી હાર્યા (Congress)
21) આંકલાવમાં કોગ્રેસના અમિત ચાવડાની જીત, ભાજપના હંસકુંવરભા રાજની હાર (Congress)
22) કેશોદથી ભાજપના દેવાભાઈ માલમની જીત, કોંગ્રેસના જયેશકુમાર લાડાણી હાર્યા (BJP)
23) ઉધનાથી ભાજપના વિવેક પટેલની જીત, કોંગ્રેસના સતિષ પટેલ હાર્યા (BJP)
24) ડીસામાં ભાજપના શશિકાંત પંડ્યાની જીત, કોંગ્રેસના ગોવાભાઈ રબારી હાર્યા (BJP)
25) ટંકારામાં કોંગ્રેસના લલિત કગાથરાની જીત, ભાજપના રાઘવજીભાઈ ગડરાની હાર (Congress)
26) ભાવનગર પશ્ચિમથી ભાજપના જીતુ વાઘાણીની જીત,  (BJP)
27) સોજીત્રાથી કોંગ્રેસના પૂનમભાઈ પરમારની જીત, ભાજપના વિનુભાઈ પટેલ હાર્યા (Congress)
28) ભાવનગર ગ્રામ્યથી ભાજપના પરસોત્તમ સોલંકીની જીત (BJP)
29) લાઠીથી કોંગ્રેસના વિરજી ઠુમ્મરની જીત,ભાજપના ગોપાલભાઈ હાર્યા (Congress)
30) જામનગર દક્ષિણથી ભાજપના આર.સી.ફળદુની જીત, (BJP)
31) આણંદથી કોંગ્રેસના કાંતિભાઈ પરમારની જીત, ભાજપના યોગેશભાઈ પટેલની હાર (Congress)
32) ભૂજથી કોંગ્રેસના આદમ ચાકીની જીત, ભાજપના નીમાબેન આચાર્યની હાર (Congress)
33) કલોલથી ભાજપના અમિત પટેલની જીત  (BJP)
34) ખંભાતમાં ભાજપના મયૂર રાવલની જીત  (BJP)
35) સોમનાથથી કોંગ્રેસના વિમલભાઈ ચૂડાસમાની જીત, (Congress)
36) ઈડરથી ભાજપના હિતુ કનોડિયાની જીત, કોંગ્રેસના મણિભાઈ વાઘેલાની હાર (BJP)
37) ધારીથી ભાજપના દિલીપ સાંઘાણી હાર્યા, કોંગ્રેસના જેવી કાકડિયાની જીત (Congress)
38) ગાંધીધામથી ભાજપના માલતી માહેશ્વરીની જીત, (BJP)
39) ગીર સોમનાથથી ભાજપના જશા બારડની હાર, (Congress)
39) દાંતાથી કોંગ્રેસના કાંતિ ખરાડીની જીત, (Congress)
40) કચ્છના અંજારથી ભાજપના વાસણ આહિરની જીત, (BJP)
41) રાધનપુરથી કોંગ્રેસના અલ્પેશ ઠાકોરની જીત (Congress)
42) રાપરમાં કોંગ્રેસના સંતોકબેન અરેઠિયાની જીત, (Congress)
43) દાંતા બેઠક પર કોંગ્રેસના કાંતિ ખરાડીની જીત (Congress)
44) અકોટા બેઠક પરથી ભાજપ સીમાબેન મોહીલેની જીત (BJP)
45) સયાજીગંજથી ભાજપના જીતુ સુખડિયાની જીત (BJP)
46) વડોદરાથી ભાજપના મનિષા વકીલની જીત (BJP)
47) વડોદરાના રાવપુરાથી ભાજપના રાજેન્દ્ર ત્રિવેદીનો વિજય (BJP)
48) પેટલાદમાં કૉંગ્રેસના નિરંજન પટેલની જીત (Congress)
49) નિકોલમાં ભાજપના જગદીશ પંચાલની જીત (BJP)
50) જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસના વલ્લભ ધારડિયાની જીત (Congress)
51) વડગામથી અપક્ષના જીગ્નેશ મેવાણીની જીત (Other)
52) ચોટીલામાં કોંગ્રેસના ઋત્વિકભાઈ મકવાણાની જીત, ભાજપના ઝીણાભાઈની હાર (Congress)
53) ડભોઈમાં ભાજપના શૈલેષભાઈ મહેતાની જીત, કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલની હાર (BJP)
54) ખંભાળિયામાં કોંગ્રેસના વિક્રમ આહિરની જીત, ભાજપના કાળુભાઈ ચાવડાની હાર (Congress)
55) જેતપુરમાં ભાજપના જયેશ રાદડિયાની જીત, કોંગ્રેસના રવિભાઈ આંબેલિયાની હાર(BJP)
56) પાટણમાં કોંગ્રેસના કિરીટ પટેલની જીત, ભાજપના રણછોડભાઈ દેસાઈની હાર (Congress)
57) મહુવાથી ભાજપના આર.સી.મકવાણાની જીત, (BJP)
58) નાંદોદથી ભાજપના શબ્દશરણ તડવીની હાર (BJP)
59) ધાનેરાથી કોંગ્રેસના નાથા પટેલની જીત (Congress)

 

રાજકોટ પશ્ચિમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુથી 11,000 મતે આગળ ચાલી રહ્યા છે. ચોયાર્સીમાં ભાજપના ઝંખના પટેલ પણ આગળ ચાલી રહ્યા છે. જો કે નીઝરમાં ભાજપના કાંતિભાઈ અમિત પાછળ ચાલી રહ્યા છે. અન્યમાં છોટાઉદેપુરના છોટુ વસાવા આગળ ચાલી રહ્યા છે. ભાવનગર પશ્ચિમથી ભાજપના જીતુ વાઘાણી પાછળ ચાલી રહ્યા છે. જો કે હવે 10 વાગ્યા બાદ મહેસાણાથી ભાજપના નીતિન પટેલ 500 મતે આગળ ચાલી રહ્યા છે.

You might also like