જાતિવાદ ઉભો કરનારને આજે ગુજરાતની પ્રજાએ જવાબ આપી દીધોઃ અમિત શાહ

અમિત શાહે આજે ગુજરાતમાં ભાજપને બહુમતી મળ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી. અમિત શાહે પત્રકાર પરિષદમાં સૌ પ્રથમ હિમાચલ પ્રદેશની અને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

ગુજરાતના જાતિવાદની આગમાં નાખવાનું કામ કરવામાં આવ્યું, તેને આજે પ્રજાએ જવાબ આપ્યો છે. કોંગ્રેસના પ્રમુખ નેતાઓ આજે હારી ગયા છે. કોંગ્રેસના નેતૃત્વ દ્વારા જે આઉટસોર્સિંગ નેતાઓથી લડવાની કોશિશ કરવામાં આવી હતી. આજે તેનું પરિણામ જાહેર થઈ ગયું છે.

ભાજપની જીત એ વિકાસવાદની જીત છે. આજે ભાજપની જીત સાથે ભાજપના કરોડો કાર્યકરોની જીત થઈ છે. વિકાસયાત્રાની મોદીજીએ જે શરૂઆત કરી છે, તેને ગુજરાતની જનતાએ સ્વીકારી ફરીથી મોકો આપ્યો છે. દેશમાં હજુપણ વિકાસની યાત્રા ચાલુ રહેશે. હિમાચલમાં પણ જનતાએ મોદીજીના સંબંધને સાકાર કર્યો છે. 2012 કરતા પણ વધુ સારા પરિણામો હિમાચલમાં આવ્યા છે.

You might also like