બજેટ સત્રમાં ગુજકોક બિલ સુધારા સાથે ફરી રજૂ થવાની શક્યતા

ગાંધીનગર: આગામી તા. ૨૨ ફેબ્રુઆરીથી તા. ૩૧ માર્ચ દરમ્યાન યોજાનારા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં વિવાદાસ્પદ ગુજકોક બિલ સુધારા સાથે ફરી રજૂ થાય તેવી શક્યતા છે. આંતકવાદ અને સંગઠિત ગુનાખોરીને અટકાવવા માટે બનાવાયેલું ગુજકોક બિલ છેલ્લા બાર વર્ષથી ગુજરાતમાં વિવાદાસ્પદ બન્યું છે. અગાઉ પણ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ.પી. જે. અબ્દુલ કલામ અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિરોધ વચ્ચે પસાર કરાયેલા આ વિવાદાસ્પદ બિલને પણ મોકલાવ્યું હતું. ગુજકોક બિલ હેઠળની કેટલીક કાયદાકીય જોગવાઈએ કેન્દ્રના કાયદા સાથે સુસંગતતા ધરાવતી નથી તેવું તે સમયે જે તે તત્કાલીન રાષ્ટ્રપતિએ બિલને પરત મોકલવા જણાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ (ગુજકોક) ૨૦૦૩ને સૌ પ્રથમ વિધાનસભામાં મંજૂરી અપાઈ હતી. છેલ્લે માર્ચ ૨૦૧૫માં ગુજરાત વિધાનસભાએ ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ  ઓર્ગેનાઈઝડ ક્રાઈમ (ગુજકોક) બિલ પસાર કરાયું હતું. જેમાં આતંકવાદનો રાજય ઉમેરાયો હતો. પરંતુ ફોન ટેપ કરવાની પોલીસને અપાયેલી સત્તા જેવી કેટલીકે વિવાદાસ્પદ કારણસર જોગવાઈ યથાવત રખાઈ હતી. જો કે કોર્ટમાં આરોપી વિરુધ્ધ દાખલ કરવાની જોગવાઈ ૯૦ દિવસથી વધારેને ૧૨૦ દિવસની કરાઈ હતી.

જો કે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ માર્ચ, ૨૦૧૫માં ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલ આ બિલને પણ ફરીથી પાછું મોકલાવતા પુનઃ ગુજકોક બિલ ચર્ચાસ્પદ બન્યું છે. આ બિલને સુધારા સાથે પુનઃ બજેટ સત્ર દરમ્યાન વિધાનસભા ગૃહમાં રજૂ કરાય તેવી શક્યતા ઉદ્ભવી છે.

આની સાથે સાથે વિધાનસભાગૃહમાં નવેસરથી સંગઠિત ગુનાખોરીને નિયંત્રણમાં મૂકવા નવું બિલ રજૂ થાય તેવી પણ અટકળો ઉઠી છે. રાજય સરકાર દ્વારા બજેટસત્ર દરમ્યાન નવો જ કાયદો ઘડી કાઢવાનાં સાથે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે બજેટ સત્રમાં ગુજકોક બિલ પુનઃ વિવાદના વમળ સર્જશે તેમ મનાઈ રહ્યું છે.

You might also like