આ ઉનાળે દૂધ નહી થાય મોંઘુ, ભાવમાં કોઈ વધારો નહી: અમૂલ એમ.ડી. સોઢીની ખાતરી

અત્યાર હાલ આપણા દેશમાં ફુગાવો વધી ગયો છે. દરેક રોજીંદા વસ્તુઓના ભાવ ધરકમ રીતે વધતા હોય છે. તે ભલે પછી પેટ્રોલ હોય કે પછી અનાજ કે પછી હોય શાકભાજી. દરેક વસ્તુઓ જેના વગર દિવસ નિકળે નહી તેવી વસ્તુઓના ભાવ વધતા જતા રહે છે. જેનાથી મધ્યમ પરિસ્થિતીના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવામાં પાછી ગર્મીની ઋતુ. દર ઉનાળે શાકભાજીના બાવની બુમ તો પડે જ છે. પરંતુ બીજી વસ્તુઓ જેમ કે દૂધ અને તેના અન્ય પ્રોડક્ટસ પણ મોંઘા થઈ જાય છે. પણ આ વર્ષે આવુ નહી બને. અને એ પણ ખાસ કરીને દૂધના ભાવોમાં.


ઉનાળામાં સામાન્ય રીતે ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટતા દૂધના ભાવમાં વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં લોકોને ભાવ વધારાનો સામનો નહીં કરવો પડે. કારણ કે અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટરની મધર ડેરીમાં યોજાયેલી બેઠક બાદ દૂધમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખુદ અમૂલના એમ.ડી. આર.એસ.સોઢીએ આ વાતની ખાતરી આપી છે. જો કે આ બેઠક બાદ અમૂલના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. અને બેન્ક લોનના વ્યાજમાં રાહત આપવા માગ કરી હતી.

You might also like