નાગરિક સુખ-સુવિધા કામોને પ્રાધાન્ય આપી જનસામાન્યની સેવાનું દાયિત્વ સરકાર નિભાવે છે

અમદાવાદ: નાગરિક સુખ સુવિધા અને જનસામાન્યને સુખાકારીના કામોને પ્રાધાન્ય આપી જનસેવા દાયિત્વ આ સરકારે નિભાવ્યું છે. તેમ આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સુરતમાં રૂ. ૮૦ કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આનંદીબહેનને સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમના નવીનીકરણ પ્રકલ્પ સાથોસાથ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગના કુલ ૧૧૦૦ આવાસોને ફાળવણીના કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ સંપન્ન કર્યો હતો. તેમણે સ્માર્ટ સિટી સુરત અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધા- નિબંધ સ્પર્ધાઓના બાળ યુવા વિદ્યાર્થીઓને સન્માનિ કર્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ સુરત મહાનગર સેવાસદનના સફાઈ સ્વચ્છતા કર્મયોગીઓને સુરક્ષા સાધનોનું વિતરણ અને મિશનમંગલમ તહેત સખી મંડળની બહેનો અને યુવા સ્વરોજગાર સાધન-સહાય અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ સુરત મહાનગરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાના સુવિધા હેતુસર નિર્માણ થયેલા ”મહારાણા પ્રતાપ રેલવે ઓવરબ્રિજ”નું લોકાર્પણ કરતા વધુમાં જણાવ્યું હતું કે, રાત-દિવસ વિકાસની અસીમ ગતિ કરી રહેલા રાજ્યના મહાનગરોમાં વિવિધ પ્રાંત-પ્રદેશના પરિવારો-નાગરિકો, વેપાર-રોજગાર, વ્યવસાય માટે આવીને વસ્યા છે. તેમને નગરસુખાકારીની સવલતો આપવાની નૈતિક જિમ્મેદારી અને દાયિત્વ રાજ્ય સરકારની તે અમે સેવા દાયિત્વ ભાવે નિભાવી રહ્યા છીએ.

You might also like