સમાજના મોભીઓ યુવા શક્તિના સામર્થ્યને સાચી દિશામાં પ્રેરિત કરે

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વંચિતો છેવડાના સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખી સર્વગ્રાહી વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતામાં વિવિધ સમાજ સેવી સંસ્થાઓ, શ્રેષ્ણીઓના સહયોગને પૂરક ગણાવ્યા છે. તેમણે પવિત્ર તીર્થસ્થાન દ્વારકામાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના નવ નિર્મિત ભવનનો લોકાર્પણ કરતાં કહ્યું કે આવા ભવનો સમાજ સમસ્યમાં સમાનતા-બંધુતા અને સમરસકતાના પ્રતિક બને, સૌને સમાન સગવડો પ્રાપ્ત થાય તેવું આપણું દાયિત્વ રહેવું જરૂરી છે. મુખ્યમંત્રીએ સમાજ શ્રેષ્ઠીઓને મોભીએને અપીલ કરી કે, યુવા વર્ગોને યોગ્ય દિશા દર્શન આપીને તેમની શક્તિઓને રચનાત્મક માર્ગો વિકાસમાં જોડીને જ વિકાસની નવી ઊંચાઈઓ આપણે પાર કરીશું.

રાજ્યના યુવાનોમાં પ્રવર્તતી ગેરસમજ અણસમજ દૂર થાય તે સમાજ મોભીઓની સમાજ દાયિત્વ જિમ્મેદારી છે તેમ પણ પટેલે આ તકે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ પવિત્ર નગરી દ્વારકામાં આગામી દિવસોમાં યાત્રાળુ સુવિધ સહિતના અંદાજે ૧૯ કરોડના કામો હાથ ધરાશ તેવી રૂપરેખા આપી હતી. આનંદીબહેન પ્રવાસન યાત્રા તીર્થની સુંદરતા, સ્વચ્છતા, નિર્મળતા બરકરાર રાખવા ગંદકી ન કરવાની અને યાત્રિકોને સ્વચ્છતા જાળવવાની હાર્દભરી અપીલ કરી હતી. ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક રોજગાર નિર્માણનું માધ્યમ બની છે તેનો  ગૌરવ સહ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ, પ્રવાસન અને સેવા ક્ષેત્રોને આર્થિક સમાજિક વિકાસના પાયાના સ્થંભ બનાવીને સામ્યક વિકાસની નેમ રાખી છે.
મુખ્યમંત્રીએ યુવાધનને સ્વરોજગાર માટે મુખ્યંત્રી યુવા સ્વાવલંબન યોજના, સ્ટાર્ટ અપ યોજના અને નાણાં સહાયનો વ્યાપક લાભ લઈ સરકારી સેવાઓ પર આધારિત ન રહેતાં સ્વતંત્ર વ્યવસાય રોજગાર માટે પ્રેરિત થવા આહવાન કર્યું હતું.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, વિશ્વકક્ષાની શ્રેષ્ઠ તાલીમ, કૌશલ્ય વર્ધન અને પ્રોત્સાહક સહાયથી ગુજરાતના યુવાનને વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવો સક્ષમ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા છે. રાજ્યમાં તબીબી, ઈજનેરી, આઈટી જેવા ક્ષેત્રોમાં ઘરઆંગણે અભ્યાસની સવલતો આ સરકારે આપીને રાજ્યના યુવા ધનને રાજ્ય બહાર અભ્યાસ માટે જવું ન પડે તેવી સ્થિતિનું નિર્માણ આ સરકારે કર્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના પ્રમુખ અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ સમાજની શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓનો ખ્યાલ પ્રાસંગિક પ્રવચનમાં આપ્યો હતો. તેમણે સમાજ તરફથી રૂ. પાંચ લાખનો ચેક મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રી ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા, સાંસદ સર્વ વિઠ્ઠલભાઈ રાદડિયા, પુનમબેન માડમ, ધારાસભ્ય ચીમનભાઈ પટેલ પબુભા માણેક, સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્યક્ષ મેઘજીભાઈ કણઝારિયા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઈ બેરા, કલેક્ટર એચ. કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા દ્વારા નગરપાલિકાના પ્રમુખ લીલાબહેન ઉપાધ્યાય તથા સમાજ અગ્રણી વસંતભાઈ ગજેરા, નરેશભાઈ પટેલ, ગોવિંદભાઈ ધોળકિયા, રાજુભાઈ પટેલ, જશુમતિબેન કોરાટ, પ્રવિણાબહેન ઠાકુર તથા દેશ વિદેશ જુદા જુદા રાજ્ય અને ગુજરાતનાં જિલ્લાઓમાંથી આવેલ અગ્રણીઓ દાતા, શ્રેષ્ઠીઓ તથા સમાજનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
ભગવાન દ્વારકાધીશના ચરમોમાં શીશ નમાવી આનંદીબહેને પૂજા અર્ચના કરી દ્વારકા ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ-રાજકોટ સંચાલિત સ્વ. કાળીબેન માધાભાઈ રાજાભાઈ ગોંડલિયા લેઉવા પટેલ સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં જતા પહેલા રાજા ધી રાજ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી પૂજા અર્ચના કરી અને ગુજરાતના લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી પ્રાર્થના કરેલ હતી.

આ પ્રસંગે જામનગરના સાંસદ પુનમબેન માડમ પ્રવાસન અને પાણી પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલિકાના પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય, કલેક્ટર અને ચેરમેન દ્વારકાધીશ મંદિર એચ. કે. પટેલ, વહીવટદાર અને ડેપ્યુટી કલેક્ટર ચૌહાણ, પ્રાંત અધિકારી ખંભાળિયા, ઝણકાંત સભ્ય સર્વ મુરલીભાઈ હરીભાઈ આધુનિક કમલેશભાઈ શાહ, અભિલાષભાઈ પારધી અને ભારતીય પુરાતત્ત્વ વિભાગના શ્રી શાહ ઉપસ્થિત રહ્યા હતા.

You might also like