પિનાક રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

હૈદરાબાદ: ભારતે ઓડિસાના ચાંદીપુરથી ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેંજ, આઈટીઆરી -3નું મંગળવારે પિનાક રોકેટનું બીજી વાર સફળ પરીક્ષણ કર્યું છે. પિનાક રોકેટ નેવીગેશન, ગાઇડન્સ અને કંટ્રોલ કિટથી તૈયાર છે. આ રૂપાંતરણમાં પિનાકની રેન્જ અને સચોટતા વધી છે.

આઈટીઆરના વડા બીકે દાસના કહેવા પ્રમાણે, આ અભિયાને પોતાના તમામ લક્ષ્યોને પૂરા કર્યા હતા. તેમણે કહ્યું કે આઈટીઆર ચાંદીપુરમાં તૈનાત ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ટેલીમેટ્રી સિસ્ટમે લક્ષ્યવાળી પિનાકના માર્ગ પર સંપૂર્ણ નજર રાખી હતી. પિનાકને સંયુક્ત રીતે એઆરડીઈ પુણે, આરસીઆઈ અને ડીઆરડીએલ હૈદરાબાદે વિકસાવી છે. આઈટીઆર ચાંદીપુરે રેન્જ અને લોન્ચની મદદ મેળવી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેના ઉપપ્રમુખ લેફ્ટનંટ જનરલ સુબ્રહ સાહા, જનરલ આર્ટિલરીના વડા લેફ્ટનંટ જનરલ પીકે શ્રીવાસ્તવ અને સેનાના અન્ય ઉચ્ચ અધિકારીએ આ પરીક્ષણનું અવલોકન કર્યું હતું.

You might also like