અમદાવાદ: કોસમોસ સ્કૂલ બહાર ફી ભરવાની નોટિસ મળતા વાલીઓએ કર્યો હોબાળો

છેલ્લા થોડા સમયથી રાજ્યમાં સ્કૂલ ફિ નિર્ધારણ મામલે વાલીઓ અને સ્કૂલ વચ્ચે તૂતૂ-મેમે જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વારંવાર સ્કૂલ ફી લઇને નિવેદન આપવામાં આવે છે. અમદાવાદમાં સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે ત્યારે શહેરની શાળાઓ નિયમોનુ પાલન ન કરીને ફી વસુલવામાં આવે છે. ત્યારે હવે શહેરની કોસમોસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યુ છે.

આ મામલે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શાળા દ્વારા વાલીઓને ફી ભરવાની નોટિસ મોકલવામાં આવતા વાલીઓમાં નારાજગી જોવા મળી છે અને વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે.

વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વાલીઓને નવા વર્ષની ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યુ છે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવાની ધમકી પણ આપવામાં આવી છે.

You might also like