LIVE TV: નાણાંમંત્રી સૌરભ પટેલ રજૂ કરી રહ્યાં છે ગુજરાતનું બજેટ

અમદાવાદઃ નાણાંમંત્રી સૌરભ પટેલ આજે રાજ્યના નાણાંકીય વર્ષ 2016-17નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું. સૌરભ પટેલ નાણાંમંત્રી બન્યા બાદ આ તેમનું ત્રીજું અંદાજપત્ર રજૂ કરી રહ્યાં છે. બજેટ રજૂ કરતાં પહેલાં આજે સવારે પત્રકારો સાથે વાતચીત કરતાં નાણાંમંત્રી સૌરભ પટેલ કહ્યું હતું કે, ‘છેલ્લા બે મહિનાથી લોકોની જરૂરિયાતો શું છે એ મેં તમામ સંસ્થાઓ પાસેથી જાણ્યું છે. લોકોની અપેક્ષા પ્રમાણે મેં બજેટ બનાવ્યું છે. મને વિશ્વાસ છે કે લોકો આ વિકાસલક્ષી બજેટને આવકારશે’

લાઇવ બજેટ સાંભળવા માટે અહીં ક્લિક કરો

 મહત્વની બાબતો

– 575 પ્રકારની આવશ્યક દવાઓ સરકારી દવાખાનાઓમાં વિના મૂલ્યે મળશે
– એક જ વર્ષમાં કુલ 66,000 સરકારી પદો પર ભરતી કરાશે.
– ઉચ્ચ શિક્ષણમાં 30,000 વિદ્યાર્થીઓને હોસ્ટેલ, ટ્યૂશન ફીમાં સહાયતા અપાશે
– આવકમર્યાદા 4.50થી વધારીને 6 લાખ કરવામાં આવી
– વાયબ્રન્ટ ગુજરાત 2017 માટે 80 કરોડ
– ધોલેરા સર માટે 1806 કરોડ
– શિક્ષણ વિભાગ માટે 23815 કરોડ
– કૃષિ વિભાગ માટે 5792 કરોડ
– સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે 1066 કરોડ
– નર્મદા કેનાલના વિકાસ માટે 190 કરોડની ફાળવણી
– નવી ખેતી પદ્ધતિની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે 15 કરોડની ફાળવણી
– પોલીસ મહેકમ વધારવા નવી પોલીસ ભરતીની જાહેરાત
– દરેક કોલેજો તેમજ યુનિવર્સિટીમાં ફ્રી વાઈફાઈ આપવા ગુજરાત સરકારનું વચન
– અમદાવાદ-ભાવનગર હાઈવે છ લેનનો બનાવવા માટે આયોજન
– એલઈડી બલ્બો વાજબી કિંમતે મળશે. સરળ હપ્તાથી કિંમત ચૂકવવાનો વિકલ્પ અપાશે
– 40 નવા સીએનજી સ્ટેશન સ્થાપવામાં આવશે. દોઢ લાખ નવા ડોમેસ્ટિક ગેસ કનેક્શન અપાશે

You might also like