ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત – કેનેડા યુનિ. પરસ્પર સહયોગ કરે

ગાંધીનગર: ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત અને કેનેડા યુનિવર્સિટીઓ પરસ્પર સહયોગ કરે તેવો અનુરોધ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કર્યો હતો. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને ઈન્ડો કેનેડા ચેમ્બર્સ ઓફ કોમર્સનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં કેનેડાની પ્રોગ્રેસિવ કોન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પેટ્રિક બ્રાઉનના નેતૃત્વમાં મળ્યું હતું. આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતમાં ઊર્જા, સ્માર્ટ સિટી, આંતરમાળખાકીય સુવિધા ક્ષેત્રોમાં વિકાસ-રોકાણ અર્થે ગુજરાત પ્રવાસે આવેલું છે.

પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને આગામી જૂન-૨૦૧૬માં ઓન્ટેરિયોમાં ઉજવાનારા ઉદ્યોગ વેપાર ફેસ્ટિવલમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેવાનું ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતનું પ્રતિનિધિમંડળ પણ જોડાય તો પરસ્પર વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે નવી ક્ષીતિજો આકાર લઈ શકે તેવી ભાવના તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેનેડા વિશ્વમાં હિરા ઉદ્યોગ ક્ષેત્રે ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે તે જ રીતે ગુજરાત પણ ભારતમાં ડાયમન્ડ ઈન્ડસ્ટ્રીમાં અગ્રેસર છે અને દેશમાં તૈયાર થતા ૧૦ હીરા-ડાયમન્ડમાંથી ૯નું પોલિશિંગ સુરતમાં થાય છે. ગુજરાતના આ ઉદ્યોગને નવી ઊંચાઈને નવી ઊંચાઈ આપવા અમે મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટ પણ શરૃ કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. પેટ્રિક બ્રાઉને ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં શ્રેષ્ઠ માળખાકીય સવલતો, ઉદ્યોગ મૈત્રીપૂર્ણ વાતાવરણ રહેલા છે તેની પ્રશંસા કરતાં જણાવ્યું કે, કેનેડામાં હોટલ વ્યવસાય તથા વેપાર-ઉદ્યોગમાં ગુજરાતી સમુદાયોનો ફાળો રહેલો છે

You might also like