જીટીયુુના વિદ્યાર્થીઓની રજી નવેમ્બરથી પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન ૪પ૦ કોલેજોના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રજી નવેમ્બરથી ૧પ જાન્યુઆરી સુધી લેવાશે. વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો રહી ગયા ઉપરાંત દિવાળી વેકેશન બગડવાની ફરિયાદો કરી રહ્યા છે. ૧પ દિવસના દિવાળી વેકેશન બાદ તરત જ તા.૧૪થી ર૯ ઓકટોબર પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાશે.

દિવાળીના દિવસોની ઉજવણીની શરૂઆત ૧૬ ઓકટોબરથી ર૧ ઓકટોબર સુધી છે. જેના કારણે જીટીયુએ ૧૭ ઓકટોબરથી ૧પ દિવસ માટે કોલેજોમાં વેકેશન જાહેર કર્યું છે.આ અંગે જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુએ તમામ ઝોનના ડિનની સીધી દેખરેખ અનેે માર્ગદર્શન હેઠળ પરીક્ષાનું ટાઇમ ટેબલ બનાવ્યું છે. ઝોન મુજબ ફલાઇટ સ્કવોડની રચના કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા સેન્ટર પર સીસીટીવી ફરજિયાત છે.

બીઇ સેમેસ્ટર ૧ થી ૮ની પરીક્ષા ર નવેમ્બરથી ૧૧ જાન્યુઆરી સુધી યોજાશે. ડિપ્લોમા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ આજ શેડયૂલ પ્રમાણે યોજાશે. બી ફાર્મની પરીક્ષા ર નવેમ્બરથી ૧૦ જાન્યુઆરી, એમઇની પરીક્ષા ૭ નવેેમ્બરથી ૧૦ જાન્યુઆરી અને એમબીએની પરીક્ષા ર નવેમ્બરથી ૧ર જાન્યુઆરી સુધી યોજાશે.

You might also like