એન્જિનિય‌િરંગ કોલેજોના વિદ્યાર્થીની ઇન્ટર્ન‌િશપ હવે જીટીયુ નક્કી કરશે

અમદાવાદ: રાજ્યભરની એન્જિનિય‌િરંગ કોલેજોમાં ભણતા હજારો વિદ્યાર્થીઓને હવે છેલ્લા વર્ષ દરમ્યાન ફર‌િજયાત કરવાની થતી ઇન્ટર્ન‌િશપ માટે જાતમહેનતથી કંપનીઓના ઉંંબરા ગણવા પડશે નહીં. હવેથી જે તે વિદ્યાર્થીને ઇન્ટર્ન‌િશપ ક્યાં કરવી તે હવે જીટીયુ જ નક્કી કરી આપશે, જેથી વિદ્યાર્થીઓને સરળતા રહેશે. એન્જિનિય‌િરંગના વિદ્યાર્થીઓ અનેક કંપનીમાં ઇન્ટર્ન‌િશપ માટે અરજી કરતા હતા ત્યારે માંડ એક કંપનીમાં ઇન્ટર્ન‌િશપ ગોઠવાતી હતી. મોટા ભાગના વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કંપનીમાં કામ કરવા નહીં મળ્યાનો અસંતોષ રહેતો હતો. હવે જીટીયુએ ઇસીઆઇ સાથે કરાર કરી લીધો છે. ઇસીઆઇ એ એઆઇસીઇટી (ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક‌િનકલ એજ્યુકેશન)ની સંસ્થા છે. ઇસીઆઇ એટલે કે એન્જિનિય‌િરંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે વિદ્યાર્થીઓને ઇન્ટર્ન‌િશપ માટેની તક આપશે. આગામી માસથી જ તેનો અમલ થવાનો હોઇ આ વર્ષે છેલ્લા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ વર્કની ટ્રે‌િનંગની વ્યવસ્થા જીટીયુ જ કરી આપશે.

કેન્દ્ર સરકારે એન્જિનિય‌િરંગ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્ન‌િશપ ફર‌િજયાત બનાવી છે, જોકે રાજ્યની તમામ એન્જિનિય‌િરંગ કોલેજોના વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરમાં પ્રોજેક્ટ વર્ક સાથે ઇન્ટર્ન‌િશપ કરતા જ હતા.

આ અંગે જીટીયુના કુલપતિ નવીનભાઇ શેઠે જણાવ્યું હતું કે એન્જિનિય‌િરંગ કાઉ‌િન્સલ ઓફ ઇન્ડિયાએ જીટીયુ, રાજસ્થાન ટેકનિકલ યુનિવર્સિટી સહિત અન્ય બે યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે, જેથી હવે વિદ્યાર્થીઓને સાચા અર્થમાં પ્રોજેકટ વર્કની તાલીમ મળશે અને વિદ્યાર્થીને સરળતા પણ રહેશે.

એઆઇસીઇટીની સંસ્થા એન્જિનિય‌િરંગ કાઉ‌િન્સલ ઓફ ઇન્ડિયા દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે, જે આ વર્ષની ૯ ઓકટોબર, ર૦૧૭થી અમલી થશે, જે એન્જિનિય‌િરંગના વિદ્યાર્થીઓને ઇન્ટર્ન‌િશપ કરવાની તક આપશે.

અત્યાર સુધી એન્જિનિય‌િરંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ક્યારેક પોતાની જાણીતી કંપની કે ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ઇન્ટર્ન‌િશપ કરી હોવાનું સ‌િર્ટફિકેટ મેળવી લેતા હતા, જેમાં વિદ્યાર્થીએ વર્ક એક‌િસ્પરિયન્સ લીધો જ ન હોય. હવે જીટીયુ આ વ્યવસ્થા કરવાનું હોઇ બોગસ ઇન્ટર્ન સ‌િર્ટફિકેટ રજૂ કરવાનું અશક્ય બનશે.

You might also like