GSTને ટેક્નિકલ પ્લેટફોર્મ પૂરું પાડતી GSTN પીએસયુ કંપની બનશે

મુંબઇ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સોફ્ટવેરનું સંચાલન કરતી જીએસટીએન સંપૂર્ણપણે સરકારી કંપની બનશે. કાઉન્સિલની બેઠક ચાલુ સપ્તાહની ચોથી તારીખે મળી રહી છે, જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

સરકાર જીએસટીએનમાં ૫૧ ટકાનો હિસ્સો ખરીદી શકે છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સરકાર ખૂબ જ ઝડપથી વધુ સારી સુવિધા આપવાનાે નિર્ણય લઇ શકે તે માટે કંપનીમાં હિસ્સો વધારી શકે છે. નોંધનીય છે કે જીએસટીએન જીએસટીને ટેક્નિકલ પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.

હાલ જીએસટીએનમાં કેન્દ્ર સરકારનો હિસ્સો ૨૪.૫ ટકા છે, જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો ૨૪.૫ ટકા છે. આ ઉપરાંત એચડીએફસીનો ૧૦ ટકા, એચડીએફસી બેન્કનો ૧૦ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્કનો ૧૦ ટકા, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સનો ૧૦ ટકા અને એનએસઇ સ્ટ્રેટેજિક કંપનીનાે ૧૦ ટકા હિસ્સો છે.

દરમિયાન દેશમાં જીએસટી લાગુ થયાને દસ મહિનાનો સમય થઇ ગયો હોવા છતાં જીએસટી કાઉન્સિલમાં અત્યાર સુધી ‘વાઇસ પ્રેસિડેન્ટ’નું પદ ખાલી રહ્યું છે. ચોથી મેએ મળી રહેલ કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે.
નોંધનીય છે કે જુલાઇ બાદ જીએસટીના અમલ પછી પોર્ટલમાં વિવિધ ટેક્િનકલ મુશ્કેલી ઊભા
થતાં જીએસટીએનની છબિ પણ
ખરડાઇ હતી.

You might also like