GST સામાન્ય માણસ પર બોઝો, મોંઘવારી માઝા મુકશે : ચિદમ્બરમ

કરાઇકુડી : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદંબરમે કહ્યું કે વસ્તુ અને સેવા કર (જીએસટી) આમ આદમી પર બોઝ સાબિત થઇ રહી છે. લઘુ, નાના અનેમધ્યમ કદનાં વ્યાપાર પર બોઝ સાબિત થશે. કારણ કે આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે તે તેવો નથી જેવી યોજના મુળ રીતે બનાવાઇ હતી. જેનાં કારણે ઘણી વસ્તુઓ મોંઘી થઇ જશે. ચિદમ્બરમે શનિવારે એખ પત્રકારપરિષદમાં કહ્યું કે નવા કાયદો અને વ્યાજખોરી વિરોધી પ્રાવધારો અધિકારીઓનાં હાથમાં ઉત્પીડનનાં ઔઝારનું કામ કરશે.

પુર્વ મંત્રીએ કહ્યું કે 80 ટકા વસ્તુ અને સેવાઓ પર કર લાગશે અને કિંમતો વધશે. તેમણે કહ્યું કે મોંઘવારી વધશે. સરકાર આ અંગે શું કરી રહી છે ? ચિદમ્બરમે કહ્યું કે લઘુ, નાના અને મધ્યમ વેપારીઓ પર આની ખુબ જ ખરાબ અસર થશે. કારણ કે નવા કાયદાને અપનાવવા માટેની તેની તૈયારી જ નથી. વ્યાપારી વર્ગ જીએસટી લાગુ કરવા માટે થોડો સમય માંગી રહ્યો હતો. પરંતુ સરકારે તેમને સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે.

પુર્વમંત્રીએ કહ્યું કે સમજુતીનાં નામે એક વિચિત્ર વ્યવસ્થા બનાવાઇ અને કાયદાને ઉતાવળમાં લાગુ કરી દેવામાં આવ્યો. જ્યારે વેપારીઓએ થોડો વધારે સમય માંગ્યો હતો. કારણ કે તેઓ તેનાં માટે તૈયાર નહોતા. નવા કાયદાનાં પરિણામો થોડા સમય બાદ જોવા મળશે. ચિદમ્બરમે કહ્યું કે આ અસલી જીએસટી નથી જેની ઇચ્છા કોંગ્રેસે વ્યક્ત કરી હતી અને જેને આદર્શ સ્વરૂપે વિશેષજ્ઞોને તૈયાર કરવામાં આવ્યા હતા. સ્વરૂપ બદલીને લાગુ કરવમાં આવવું તે દુખદ છે.

You might also like