મૂવી ડાઉનલોડ કરવા ઉપર પણ GST લાગશે

મુંબઈ: વિદેશી વેબસાઈટ દ્વારા કોઈ મૂવી કે મ્યુઝિક ડાઉનલોડ કરવામાં આવે તો તેના ઉપર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત ટેક્સ લાદવામાં આવશે. પ્રસ્તાવિત ડ્રાફ્ટની દરખાસ્ત કરવાનું સ્વરૂપ લે છે તો ગ્રાહકનું ખિસ્સું વધુ હળવું થઈ શકે છે.
સર્વિસ ટેક્સની વર્તમાન કર વ્યવસ્થા આગામી પહેલી ડિસેમ્બરે શરૂ થઈ જશે. ચાલુ મહિને સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટે વિદેશી કંપનીઓને ભારતમાં મળનારી છૂટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આમ, આ પ્રકારની વિદેશી સેવા પૂરી પાડતી કંપની દ્વારા ભારતમાં કોઈપણ વ્યક્તિને ઓનલાઈન સૂચના તથા ડેટા બેઈઝ એક્સિસ સર્વિસ પૂરી પાડવા ઉપર સર્વિસ ટેક્સ લાગશે.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં પણ આ ટેક્સ ચાલુ રહેશે. જોકે જીએસટીમાં આ ટેક્સ કેટલો લાગશે તે અંગે જાહેરાત કરાઈ નથી. પરંતુ ૧૨ કે ૧૮ ટકાના સ્લેબમાં આ ટેક્સ લાગી શકે છે. આ પ્રકારની સર્વિસ પૂરી પાડતી કંપનીઓએ ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

You might also like