GSTને પગલે ૮૦ ચેકપોસ્ટ ITથી સજ્જ કરાશે

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવવાને કારણે દેશમાં જુદાં જુદાં રાજ્યોની સીમાઓ પરની ૮૦ જેટલી ચેકપોસ્ટને આઇટી સિસ્ટમથી દુરસ્ત કરાશે. એટલું જ નહીં કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતી આવી ચોકપોસ્ટને એકબીજા સાથે જોડવા માટે એક એપ્લિકેશન બનાવવાની પણ કવાયત હાથ ધરી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું કે દેશમાં આંતર રાજ્ય માલ પરિવહન સરળતાથી થાય તે માટે ચેકપોસ્ટને વધુ સુસજ્જ કરવી જરૂરી છે.

દેશભરમાં ૮૦ ચેકપોસ્ટ ઓળખી કાઢવામાં આવી છે. આવી ચેકપોસ્ટને વધુ સુસજ્જ કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર માલ પરિવહન સરળતાથી થઇ શકે તેના આંતરરાજ્ય પરિવહન માટે એક એપ્લિકેશન બનાવવાની પણ કવાયત હાથ ધરાઇ છે.

You might also like