જીએસટી બાદ દ્વિચક્રી વાહનોની કિંમતમાં ઘટાડો

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યા બાદ કેટલીક ઓટોમોબાઇલ કંપનીઓએ દ્વિચક્રી વાહનોના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. ટીવીએસ મોટર કંપની, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા તથા સુઝુકી મોટરસાઇકલ કંપનીઓએ ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે.

ટીવીએસ મોટર કંપનીએ જુદાં જુદાં દ્વિચક્રી વાહનોના ભાવમાં રૂ. ૪૧૫૦ સુધીનો ઘટાડો કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે સામાન્ય વર્ગમાં વધુ વેચાતાં દ્વિચક્રી મોડલના ભાવમાં રૂ. ૩૫૦થી રૂ. ૧૫૦૦ સુધીનો ઘટાડો કર્યો છે, જ્યારે પ્રીમિયમ કેટેગરીનાં દ્વિચક્રી વાહનોના ભાવમાં રૂ. ૪૧૫૦ સુધીનો ઘટાડો કર્યો છે.

એ જ પ્રમાણે હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા કંપનીએ જુદાં જુદાં દ્વિચક્રી વાહનોના ભાવમાં રૂ. ૫૫૦૦ સુધીનો ઘટાડો કર્યો છે. સુઝુકી મોટર સાઇકલ ઇન્ડિયા અને યામાહાએ જીએસટીનો લાભ ગ્રાહકોને પાસવન કરવાના ભાગરૂપે દ્વિચક્રી વાહનોના ભાવમાં ઘટાડો કર્યો છે. દ્વિચક્રી વાહન મેન્યુફેક્ચરિંગ કંપની હીરો મોટો કોર્પ કંપનીએ વાહનોની કિંમતોમાં રૂ. ૧૮૦૦ સુધીનો ઘટાડો કર્યો છે.

કંપનીઓએ જણાવ્યું છે કે જીએસટી લાગુ થયા પૂર્વે જે ડીલરોએ સ્ટોક ખરીદ્યો હોય એવા સંજોગોમાં ૧ જુલાઇ બાદ આ સ્ટોક ડીલરો પાસે ઉપલબ્ધ હોય તો કંપનીએ આ ઘટાડા સંદર્ભે લાભ આપવાની જાહેરાત કરી છે.
http://sambhaavnews.com/

You might also like