જીએસટીથી બે લાખથી વધુ લોકોને રોજગારી મળશે

નવી દિલ્હી: સરકાર જીએસટી નક્કી કરેલી સમય સીમામાં લાવવા તડામાર તૈયારી હાથ ધરી રહી છે, જોકે કેરળ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો આવકની વહેંચણીને લઇને વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં સરકારને નોટબંધીના કારણે પણ અમલવારી સંબંધે મુશ્કેલી અનુભવવી પડી શકે છે, જોકે ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીએસટીની અમલવારી બાદ એક અંદાજ મુજબ દેશબરમાં બે લાખથી વધુ લોકને રોજગારી મળશે.

આઇટી તથા એકાઉન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલાઓની મોટી માગ જોવા મળી શકે છે. દેશભરમાં ૯૦ લાખથી વધુ રજિસ્ટર્ડ કરદાતા છે. ગુજરાતમાં ચાર લાખથી વધુ રજિસ્ટર્ડ વેપારીઓ છે. તેમાં વધારો થવાની શક્યતા છે. જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ થયેલા આ વેપારીઓને નવા માળખા અનુસાર કામ કરવું પડી શકે અને તેના કારણે મોટા પ્રમાણમાં આઇટી પ્રોફેશનલની માગ ઊભી થઇ શકે છે.
http://sambhaavnews.com/

You might also like