GST ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી)ને લાગે વળગે છે ત્યાં સુધી હવે ટ્વિટર પર પૂર્ણવિરામ મુકાઈ જશે. જીએસટી સત્તાવાળાઓ હવે ટ્વિટર પર જીએસટીને લગતા પ્રશ્નો અને ક્વે‌િરઝનો જવાબ આપશે નહીં. સરકારે એક વર્ષ અગાઉ લોન્ચ કરેલ જીએસટી અંગેનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા નિર્ણય કર્યો છે.

જીએસટી જ્યારે લોન્ચ કરવામાં આવ્યો ત્યારે વેપારી કરદાતાઓને અનેક મૂંઝવણો અને સમસ્યાઓ હતી અને તેથી જીએસટી સત્તાવાળાઓ ટ્વિટર પર વેપારીઓના જીએસટીને લગતા પ્રશ્નોના જવાબો આપીને તેમની મૂંઝવણો દૂર કરતા હતા, પરંતુ હવે આ તબક્કો પૂરો થઇ ગયો હોવાથી જીએસટી ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

સરકારનું માનવું છે કે હવે જ્યારે જીએસટી સંપૂર્ણ કાર્યાન્વિત થઇ ગયો હોવાથી અને આ માટે સિસ્ટમ પણ નિર્ધારિત થઇ ગઇ હોવાથી હવે ટ્વિટર એકાઉન્ટની જરૂર નથી.

You might also like