Categories: Business Trending

GST ટર્નઓવરની મર્યાદા ડબલ, પરંતુ વેપારીઓ નોટિફિકેશનની રાહમાં

અમદાવાદઃ ઇલેક્શન પહેલાં વેપારીઓને રીઝવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની ટર્નઓવર લિમિટ રૂપિયા ર૦ લાખથી વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઈ હતી, પરંતુ તેનું નોટિફિકેશન હજુ સુધી જાહેર નહીં કરાતાં વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. રૂપિયા ૪૦ લાખની લિમિટની અંદર આવતા વેપારીઓ જીએસટી નંબર રદ કરાવવો કે નહીં એ અંગેનું માર્ગદર્શન ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએ પાસે માગી રહ્યા છે. રર ડિસેમ્બર, ર૦૧૮ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની ‌િમટિંગમાં મહત્ત્વના નિર્ણય લેવાયા હતા, જેમાં ૪૦ લાખની ટર્નઓવરની મર્યાદાનો પણ એક નિર્ણય હતો.

એક નિર્ણયનું નોટિફિકેશન આવી ગયું અને બીજાનું બાકી રહેતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં કમ્પોઝિશન સ્કીમની લિમિટ ૧.પ૦ લાખ કરવાની અને રિટર્નમાં સુધારા-વધારા કરી શકવાની જાહેરાત કરાઈ હતી. આ અંગેનાં નોટિફિકેશન પણ જાહેર થઈ ગયાં છે, જેથી તેનું અમલીકરણ પણ શરૂ થઈ રહ્યું છે, પરંતુ ટર્ન‌ઓવરના મામલે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરાયો નથી. ટેક્સ કન્સલ્ટન્ટ સંદીપ શાહે જણાવ્યું હતું કે અનેક વેપારીઓ આ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે એસોસિયેશને પણ રજૂઆત કરી છે.

વેપારીઓ રિટર્નની ઝંઝટમાંથી મુક્ત થવા માગે છે. ઉપરાંત કેટલાક તો નંબર પણ રદ કરાવવા માટે રાહ જોઈ રહ્યા છે. આથી તેઓ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત ટર્નઓવર લિમિટનો અમલ થતાં જ આઇટીસીની પ્રોસેસમાં પણ પસાર થવાનું નથી. 1૦ જાન્યુઆરીમાં મળેલી જીએસટી કાઉન્સિલની ૩રમી બેઠકમાં નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોને રાહત આપવાની દિશામાં મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યાં હતાં.

જેમાં જીએસટી કાઉન્સિલે કમ્પોઝિશન સ્કીમની સીમાને ૧ કરોડથી વધારીને ૧.પ કરોડ કરી હતી. આ ઉપરાંત કમ્પોઝિશન સ્કીમ પસંદ કરનારાં એકમોને ટેક્સ દર ત્રિમાસિક ગાળામાં ભરવાનો પડશે પણ ‌રિટર્ન વર્ષમાં એક વખત દાખલ કરાવવાનું રહેશે તેવા નિર્ણય ઉપરાંત ર૦ લાખના બદલે ૪૦ લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતાં એકમોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવાના નિર્ણય લેવાયા હતા. ટર્નઓવરની લિમિટના કારણે ગુજરાતના હજારો નાના વેપારીઓનાં જીએસટી રજિસ્ટ્રેશન રદ થઈ શકશે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago