ટેક્સનો દર શું રહી શકે છે?

બંધારણમાં સુધારા અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જીએસટી કાઉન્સિલની રચના થશે, જેની ભલામણના આધારે વેરાના દર નક્કી થશે. જીએસટી કાઉન્સિલનો રોલ ભલામણનો છે, તેનો સ્વીકાર કરવો જ પડે તેવું કાયદા કે બંધારણ હેઠળ જરૂરી નથી. આમ, છતાં અપેક્ષા રાખવામાં આવે છે કે બધાં જીએસટી કાઉન્સિલની ભલામણને અનુસરશે. હાલ જે ચર્ચા છેડાઇ છે તેના ઉપરથી એમ કહી શકાય કે કદાચ ચાર પ્રકારના ટેક્સના દરનું માળખું નક્કી થઇ શકે છે.
• માફી માલ અને સેવાઓ કે જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થશે.
• ૧૨ ટકાના દરવાળી ચીજો કે જેમાં આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થઇ શકે છે.
• ૧૮ ટકાનો દર કે જેમાં કોઇ ચીજવસ્તુ કે સેવા માટે ચોક્કસ એન્ટ્રી ન હોય તે ચીજવસ્તુનો સમાવેશ થશે. હાલ ૧૮ ટકા કે ૨૦ ટકા જે દરની ચર્ચાઓ છેડાઇ છે તે આ સ્ટાન્ડર્ડ ટેક્સ રેટ બાબતની છે.
• ૪૦ ટકા કે જેમાં લક્ઝુરિયસ ચીજવસ્તુઓનો સમાવેશ થશે.
આમ, રાજ્યની અંદર થતા માલ અને સેવાઓના સપ્લાયના વ્યવહારો પર વેરો લાદવાની રાજ્યની વિધાનસભા પાસે સત્તા છે. જીએસટી કાઉન્સિલ ફ્લોર રેટ નક્કી કરી શકે કે જેનાથી નીચા દરે કોઇ વિધાનસભા વેરો ન લાદી શકે. એસજીએસટીના વેરાના દર દરેક રાજ્યની વિધાનસભા જ નક્કી કરશે. દરેક રાજ્ય કોઇ એક ચીજવસ્તુ ઉપર કે એક સમાન ટેક્સનો દર રાખે તેવી અપેક્ષા ના રાખી શકાય. અમલવારી થાય ત્યારથી લઇને પ્રથમ પાંચ વર્ષમાં રાજ્યને જે કોઇ વેરાકીય ખોટ પડે તે કેન્દ્રએ ભરપાઈ કરવાનું સ્વીકારેલ છે.

You might also like