GSTમાં ટેક્સચોરી રોકવા માટે બે અલગ અલગ વિંગ શરૂ કરાશે

નવી દિલ્હી: જીએસટી ૧ જુલાઇથી લાગુ થવા જઇ રહ્યો છે ત્યારે સરકાર જીએસટીનો અમલ થાય તે પૂર્વે જ ટેક્સની ચોરી રોકવા માટે એક મજબૂત વ્યવસ્થા ઊભી કરવાની કવાયત હાથ ધરી છે. ટેક્સ ચોરી શોધવા બે એજન્સી શરૂ કરશે. એક એજન્સી બિઝનેસ ઇન્ટેલિજન્સ માટે તો બીજી એજન્સી એનાલિસિસ માટે શરૂ કરાશે. બિઝનેસ ઇન્ટેલિજન્સ એજન્સી તથા એનાલિસિસ એજન્સીની જવાબદારી કારોબારીઓની સંભવિત ટેક્સ ચોરી શોધવાની રહેશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ સરકાર દ્વારા જીએસટીનો એવો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જેના કારણે કરચોરી શોધવી તથા કયા વેપારી કે કંપની દ્વારા કરચોરી થઇ રહી છે તે પકડવું સરળ રહેશે. જીએસટીમાં તમામ કરચોરી અંગેની માહિતી એક જગ્યાએ આવશે, જેના પગલે ટેક્સચોરી પકડવી સરળ રહેશે.
http://sambhaavnews.com/

You might also like