જીએસટી કર સંબંધિત વિવાદ ટ્રિબ્યુનલમાં ઉકેલાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ સંસદના શિયાળુ સત્રમાં પસાર થાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જીએસટી બિલ રાજ્યસભામાંથી પસાર થાય તે માટે વિરોધ પક્ષ કોંગ્રેસની કેટલીક માગનો સ્વીકાર કરવાના સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. જીએસટી ટેક્સના વિવાદનો ઉકેલ લાવવા માટે ટ્રિબ્યુનલની રચના કરવાની માગ વિરોધ પક્ષ પાછલા કેટલાક સમયથી કરી રહ્યો છે.

જાણકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જીએસટીને લઇને વિવાદ ઊભો થાય તો તેના નિરાકરણ માટે સ્વતંત્ર ટ્રિબ્યુનલની જોગવાઇ જીએસટી બિલમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ જીએસટી બિલ સંબંધે ચર્ચા કરી હતી, જેમાં સ્વતંત્ર ટ્રિબ્યુનલ બનાવવા ઉપર પણ ચર્ચા કરી થઇ હતી. આ ટ્રિબ્યુનલ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઊભા થયેલા વિવાદિત મુદ્દા તથા કરસંબંધી તમામ વિવાદિત મુદ્દાઓની સુનાવણી કરશે.

You might also like