આગામી જીએસટીની બેઠકમાં ટેક્સ વહેંચણીનો મુદ્દો મહત્ત્વનો બની રહેશે

નવી દિલ્હી: આગામી ૧૬ જાન્યુઆરીએ જીએસટી કાઉન્સિલની ફરી એક વાર બેઠક મળી રહી છે. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ટેક્સ વહેંચણીનો મુદ્દો મહત્ત્વનો બનશે એટલું જ નહીં, કેટલાંક રાજ્ય નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં વધુ નાણાં વળતરની માગ કરી રહ્યાં છે તે મુદ્દો પણ મહત્ત્વનો બની રહેશે.

આગામી દિવસોમાં કેન્દ્રનું બજેટસત્ર શરૂ થઇ રહ્યું છે. આ બજેટસત્ર પૂર્વે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક ઊભા થયેલા પ્રશ્ન સંબંધે સર્વસંમતિ સધાય તેવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. જાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પશ્ચિમ મુજબ પ. બંગાળ, દિલ્હી, કેરળ જેવાં રાજ્ય કર વહેંચણીના મુદ્દે વધુ અધિકાર માગી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રૂ. ૧.૫૦ કરોડ કરતાં વધુ ટર્નઓવર કરતા વેપારીઓના ટેક્સ પરના અધિકાર આ રાજ્ય માગી રહ્યાં છે, જેનો કેન્દ્ર સરકાર વિરોધ કરી રહી છે.
http://sambhaavnews.com/

You might also like