જીએસટીમાં કોર્પોરેટ ખેતી કરનારા ટેક્સના દાયરામાં આવી શકે છે

નવી દિલ્હી: ભારત ખેતીપ્રધાન દેશ છે. ૬૦ ટકાથી વધુ લોકો ખેતી તથા ખેતી આધારિત કામકાજ ઉપર નભે છે. આગામી એપ્રિલ-૨૦૧૭થી જીએસટીની અમલવારી થઈ રહી છે ત્યારે એગ્રિકલ્ચર-ખેતી સેક્ટર પર જીએસટીની વ્યાખ્યામાં કોઈ સ્પષ્ટતા નહીં હોવાના કારણે વિવાદ ઊભો થઈ શકે છે.

પ્રસ્તાવિત જીએસટી ડ્રાફ્ટમાં ખેડૂત પોતે ખેતીકામ કરતો હોય અથવા પરિવારના સભ્યો તથા શ્રમિકો પાસે ખેતીનું કામ કરાવતો હોય તો ખેતીની ગતિવિધિને સ્પષ્ટ કરવામાં આવી છે તો તેઓએ જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે, પરંતુ મોટા પાયે એટલે કે કોર્પોરેટ ખેતી કરનારા જીએસટીના દાયરામાં આવી શકે છે.ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ખેતીમાંથી આવક મેળવનારાઓ અલગ અલગ વ્યાખ્યા અંતર્ગત આવી શકે છે.

You might also like