સંસદના સેન્ટ્રલ હોલમાં GSTના મેગા લોન્ચિંગનો ભવ્ય કાર્યક્રમ

નવી દિલ્હી: ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતે મળેલી આઝાદીના જશ્ન માટે આયોજિત સમારોહ ટ્રિસ્ટ ઓફ ડેસ્ટિનીની જેમ મોદી સરકાર ૧લી જુલાઈએ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST)નો શુભારંભ સંસદના કેન્દ્રીય કક્ષમાં યોજવાનું આયોજન કરી રહી છે.

રવિવારે તમામ રાજ્યોએ આઝાદી બાદ કર સુધારાની આ સૌથી મહત્ત્વાકાંક્ષી પહેલના સમર્થનમાં એકતા વ્યક્ત કરી હતી. જીએસટીના મેગા લોન્ચિંગની યોજના છે. જેમાં તમામ ટેક્સના ઓછા દરો અને કેટલાય કરોની જટિલતાથી મુક્તિ દ્વારા કન્ઝ્યુમર્સને લાભ પ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રીત કરાશે. જીએસટીમાં સેન્ટ્રલ એક્સસાઈઝ અને વેટથી લઈને સર્વિસ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ સુધી કેટલાય કરવેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દાયકાઓની પ્રક્રિયા બાદ તૈયાર થયેલ GST સિસ્ટમને પહેલા વિજ્ઞાન ભવન ખાતે લોન્ચ કરવાની યોજના હતી, જ્યાં કેન્દ્ર અને રાજ્યોનાં નાણાં પ્રધાનો સાથે બનેલી જીએસટી કાઉન્સિલની મોટાભાગની બેઠક મળતી હતી, પરંતુ હવે પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલ જેવા બીજા વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે, જ્યાં રાજ્યોના નેતાઓને પણ આમંત્રણ અપાશે.
http://sambhaavnews.com/

You might also like