શહેરના વેપારીઓમાં એક જ ચર્ચા જીએસટી પહેલી જુલાઇથી આવશે?

અમદાવાદ: રાજ્યના કોર્મશિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે જીએસટી આવે તે પૂર્વે રાજ્યના વેપારીઓને જાગૃત કરવા શહેર સહિત રાજ્યના ર૦૦થી વધુ તાલુકા મથકોએ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા બે સપ્તાહથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત શહેરના વેપારીઓ કોર્મશિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એક જ સવાલ કરી રહ્યા છે પહેલી જુલાઇથી જીએસટી આવશે?

પ્રાપ્ત થતી માહિતી મુજબ અમદાવાદમાં ડિવિઝન-૧ અને રમાં ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તથા ટેક્સ નિષ્ણાંતો દ્વારા શહેરના જુદાજુદા ઠેંકાણે આ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિપાર્ટમેન્ટ દ્વારા પાવર પોઇન્ટથી પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. અમદાવાદ રેન્જની ઘટક-૧, ર, ૩, ૪, પના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતાં. વટવા, બાપુનગર, ઇસનપુર, નિકોલ, લાટીબજાર, આસ્ટોડિયા, સીજી રોડ, કાલુપુર, દરિયાપુર, માધુપુરા સહિતના વેપારીઓને સામેલ કર્યા હતા. શહેરના જુદા જુદા સાતથી આઠ જગ્યાએ આ સેમિનારમાં વેપારીઓ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પહેલી જુલાઇથી જીએસટી આવશે તે અંગે સવાલ કરતાં હતાં. આમ ડીપાર્ટમેન્ટની ઇન્ફ્રસ્ટ્રકચરની સહિતની ‌વિવિધ તૈયારીઓને લઇને વેપારીઓમાં હજુ પણ આશંકા જોવા મળી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના પાંચ હજારથી વધુ વેપારીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવેલા જીએસટીના જાગૃતિ અભિયાનનો લાભ લીધો હતો. આ અંગે અમદાવાદ ડિવિઝનના જોઇન્ટ કમિશ્નર આર.આર. પટેલના જણાવ્યા પ્રમાણે જીએસટી આવી રહ્યો છે તે પૂર્વે શહેર સહિત રાજ્યના વેપારીઓને મનમાં થતાં પ્રશ્નોના ઉકેલ માટે ડિપાર્ટમેન્ટ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ડિવિઝન-૧માં બે હજારથી વધુ વેપારીઓએ આ જાગૃતિ અભિયાનનો લાભ લીધો હતો.
http://sambhaavnews.com/

You might also like