નાના વેપારીઓ જીએસટીની જાળમાં ફસાશે

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. સંસદના ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પસાર થયા બાદ ત્રણ રાજ્ય સરકારોએ વિધાનસભાના સ્ટેજ ઉપર પણ બિલને પસાર કર્યું છે. રાજ્યના વેપારીઓને જીએસટી કેવું હશે તથા હાલના ટેક્સ માળખા કરતાં નવી ટેક્સ સિસ્ટમ કેવી આવશે, રેટનું માળખું કેવું રહેશે તથા તેનાથી કેવી અસર થશે તે અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે ત્યારે આ તમામ દ્વિધાભરી પરિસ્થિતિનો પ્રાથમિક લેવલે વેપારીને સમજ પૂરી પડે તે માટે જીએસટીના હાલના મોડલ લૉ અંગે ગુજરાત ચેમ્બરે એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં ટેક્સ નિષ્ણાત નયનભાઈ શેઠે મહાજન, વેપારીઓ તથા કાયદાવિદ્ને આ મોડલ લૉ અંગે પ્રાથમિક માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે એસજીએસટીમાં રાજ્ય સરકારો સમાન ચીજવસ્તુઓ ઉપર સમાન વેરો લાદશે તે કહેવું હાલના મોડલ લૉ મુજબ આજની તારીખે મુશ્કેલરૂપ ગણાવી શકાય. તેમણે જણાવ્યું કે વ્યક્તિના સમગ્ર દેશના સમાન પાન નંબરવાળા તમામ કરપાત્ર તથા માફી સપ્લાય કે જેમાં નિકાસનો પણ સમાવેશ થાય છે તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. નવ લાખથી વધુ થાય તેવા વેપારીએ નોંધણી નંબર લેવો પડશે, જોકે આ ટર્નઓવર માફી માલનું હશે તો તેઓએ નંબર લેવાનો રહેશે નહીં. દરમિયાન જીએસટીના હાલના મોડલ લૉમાં હજુ કેટલીય દ્વિધાઓ પ્રવર્તી રહી છે. ખાસ કરીને નાના વેપારીઓને આમાં સીધી મુશ્કેલી પડી શકે છે તેવો મત ટેક્સ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ત્રણ પ્રકાર રહેશે

વેલ્યૂ એડેડ ટેક્સ અને જીએસટી બંને ટેક્સમાં તફાવત શો છે?
વેચાણવેરા કાયદા અને વેલ્યૂ એડેડ ટેક્સના કાયદામાં ખરીદ અને વેચાણના વ્યવહારો પર વેરો લાગે અને એક્સાઇઝ ડ્યૂટી ઉત્પાદન પર લાગે, જ્યારે જીએસટી માલ અને સેવાઓની સપ્લાય પર વેરો લાગે. વેચાણ અને ખરીદના વ્યવહાર ગણવાની અગત્યની શરતોમાં બે પક્ષકાર હોવા, માલની માલિકી વેચનાર પાસેથી ખરીદનારને તબદિલી અને તે બદલ ખરીદનાર દ્વારા ચૂકવવાનો કીમતી અવેજ અગત્યના છે, જ્યારે જીએસટીમાં સપ્લાય પર વેરો લાગે, જેમ કે આપવું કે કોઇ પણ રીતે માલ કે સેવાઓનાે અવેજના બદલામાં ધંધા દરમિયાન ધંધાના વિકાસ માટે નિકાલ કરવો. આમ, સપ્લાય માટે બે પક્ષકારનું હોવું કે માલિકીની તબદિલી થવી જરૂરી નથી અને છતાં તે સપ્લાય ગણાશે, જેના પર વેરો લાગશે.
એક જ કંપનીની એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં માલ કે સેવાની તબદિલીને સપ્લાય ગણાશે, જેના ઉપર વેરો લાગશે.

આ સપ્લાય ઉપર વેરો લાગશે નહીં
એક મોટા ફેરફાર ઉપર નોંધ લેવી રહી કે હાલ એક્સાઇઝ ઉમેર્યા પછીની કિંમત પર વેટ લાગે છે, પરંતુ જીએસટીમાં એસજીએસટી અને સીજીએસટી બંને સમાન કિંમત પર લાગશે. આમ, વેરા પર વેરો લાગશે નહીં. હાલ એક્સાઇઝ ડ્યૂટી ફક્ત ઉત્પાદકના તબક્કે લાગે છે તેના બદલે સીજીએસટી સપ્લાયના તમામ તબક્કે લાગશે.

You might also like