જીએસટીમાં સેઝને મળતી રાહતો ચાલુ રાખવા માગ

નવી દિલ્હી: સ્પેશિયલ ઇકોનોમી ઝોન-સેઝ અને એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ-ઇઓયુ માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર-ઇઓયુ અને સેઝે સરકાર પાસે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં રાહત આપવાની માગ કરી છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કહ્યું હતું કે દેશમાં સ્પેશિયલ ઇકોનોમી ઝોનને ટેક્સ સહિત વિશેષ રાહત આપવામાં આવે છે. હવે જ્યારે આગામી દિવસોમાં જીએસટી આવી રહ્યો છે ત્યારે ટેક્સના નવા કાયદા અંતર્ગત આ રાહત પાછી ખેંચવામાં આવે તો સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આવેલા વેપાર-ઉદ્યોગોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં સેઝને હાલ મળતી રાહત જીએસટીમાં પણ ચાલુ રાખવી જોઇએ.
http://sambhaavnews.com/

You might also like