જીએસટી સર્વરનાં ફરી ધાંધિયાં રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલને દોઢ મહિના કરતાં વધુ સમય થઇ ચૂક્યો છે. પ્રથમ રિટર્ન ભરવાની મુદત ર૦ ઓગસ્ટ છે. જીએસટીમાં તમામ પ્રક્રિયા ઓનલાઇન છે ત્યારે નિયત કરેલી સમયમર્યાદામાં રિટર્ન ભરવા સહિત અન્ય કામગીરીઓ ઓનલાઇન કરતાં વેબસાઇટ ઉપર ભારણ વધ્યું છે, તેના કારણે સર્વરની સ્પીડ ધીમી પડવાથી વેપારીઓને રિટર્ન ભરવા સહિતની અન્ય કામગીરીઓ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટેક્સની નવી વ્યવસ્થા અંતર્ગત જીએસટીમાં તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે. વેપારીઓના ર‌િજસ્ટ્રેશન નંબરની કામગીરી પર હાલ ઓનલાઇન થઇ રહી છે, જોકે હજુ પણ કેટલાય વેપારીઓના એન્યુઅલ ર‌િજસ્ટ્રેશન નંબર ફાળવાયા નથી. રિટર્ન ભરવાની તારીખ નજીક આવી રહી છે ત્યારે તેઓને નંબર નહીં ફાળવવામાં આવ્યા હોવાના કારણે મુશ્કેલી પડી રહી છે એટલું જ નહીં  રિટર્નની છેલ્લી તારીખ ર૦ ઓગસ્ટ છે.

બસાઇટ પર એકસાથે મોટા પ્રમાણમાં હિટ મળતી હોવાના કારણે સર્વરની સ્પીડ ખૂબ જ ધીમી પડી ગઇ છે.
આ અંગે ટેક્સ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટના વા‌િરસ ઇસાનીના જણાવ્યા પ્રમાણે ‌િરટર્ન ભરવાની છેલ્લી તારીખ ર૦ ઓગસ્ટ છે, પરંતુ એકસાથે મોટા પ્રમાણે હિટ મેળવવાના કારણે સર્વર ઉપર બોજો વધ્યો છે અને ખૂબ જ ધીમી ગ‌િતએ કાર્ય કરી રહ્યું છે, જેથી ઓનલાઇન કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

You might also like