નાણામંત્રી અરૂણ જેટલીની જાહેરાત : 1 જુલાઇથી લાગુ થશે GST

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પ્રસ્તાવિત વસ્તુ અને સેવા કર (જીએસટી)ને લાગુ કરવાની તારીખ બદલી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી કે જીએસટીને 1 એપ્રીલથી નહી પરંતુ 1 જુલાઇથી લાગુ કરવામાં આવશે. 1 એપ્રીલની તારીખ પર સંમત નહી થવાનાં કારણે સરકારને જીએસટી લાગુ કરવા માટે વધારે સમય આપવો પડશે.

જીએસટી કાઉન્સિલ બેખટ બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી જીએસટી મુદ્દે મહત્વની જાહેરાત કરી હતી. જીએસટીમાં એક મોટો પેચ કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે ટેક્સેશન સિસ્ટમમાં ડ્યુલ કંટ્રોલના મુદ્દે હતો. અરૂણ જેટલીએ કહ્યું કે ડ્યૂલ કંટ્રોલનાં મુદ્દે આખો દિવસ ચર્ચા ચાલી હતી. નાણામંત્રીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે ટેક્સેશન બેઝ કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે સંયુક્ત કરવામાં આવશે.

નાણા મંત્રીએ જણાવ્યું કે, 1.5 કરોડ અથવા તેનાથી ઓછાના ટર્નઓવર વાળા 90 ટકા જીએસટી કરદાતાની ગણના રાજ્ય જ્યારે 10 ટકાનું કેન્દ્ર સરકાર કરશે. નાણામંત્રી અનુસાર 1.5 કરોડથી વધારે ટર્નઓવ વાળા જીએસટી કરદાતાઓની ગણત્રીમાં કેન્દ્ર અને રાજ્યોનું પ્રમાણ 50-50 ટકાનું હશે. અરૂણ જેટલીએ જણાવ્યું કે 12 નોટિકલ મીલની મસુદ્રી સીમા પર થનાર આર્થિક ગતિવિધિઓની ગણત્રીનો અધિકાર રાજ્યો પાસે રહેશે.

You might also like