હવે જીએસટીમાં રેવન્યૂ ન્યૂટ્રલ રેટ પર નજર

નવી દિલ્હી: ગઇ કાલથી બે દિવસીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વેટ એમ્પાવર કમિટીની બેઠક કોલકાતા ખાતે શરૂ થઇ છે. તામિલનાડુ સિવાય મોટા ભાગનાં રાજ્યોએ જીએસટીને સમર્થન આપ્યું છે. જીએસટીના ડ્રાફ્ટને સરકાર દ્વારા અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે, જેમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ડીડક્શન એટ સોર્સ-ટીડીએસ લાગુ કરાય તેવી શક્યતા છે.

નોંધનીય છે કે આ અગાઉ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન પર ટેક્લ લાદવા સંદર્ભે સરકારમાં દ્વિધાની સ્થિતિ પ્રવર્તતી હતી. દરમિયાન જીએસટી બિલ આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં મુકાય તેવી શક્યતા છે. જો ચોમાસુ સત્રમાં આ બિલ પસાર થાય તો સમગ્ર દેશમાં આગામી ૧ એપ્રિલ, ૨૦૧૭થી જીએસટી બિલ લાગુ થઇ શકે છે.

દરમિયાન જીએસટી ડ્રાફ્ટમાં ટેક્સની ઉપલી મર્યાદા સંબંધે સ્પષ્ટતા નહીં કરવાના કારણે વેપાર-ઉદ્યોગજગતમાં ચિંતા પ્રવર્તી રહી છે. ખાસ કરીને સરકાર દ્વારા રેવન્યૂ ન્યૂટ્રલ રેટ કયો નક્કી કરાય છે તે અંગે વેપાર-ઉદ્યોગજગતની નજર છે.

You might also like