જીએસટી રિટર્ન ભરવાની કાલે છેલ્લી તારીખ: ૨૦ લાખ કંપનીનું રિટર્ન ફાઈલ

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત આવતી કાલે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે અત્યાર સુધી ૨૦ લાખ કંપનીઓ ઓનલાઇન ટેક્સનું ચૂકવણું કરી ચૂકી છે.

એટલું જ નહીં, આવતી કાલ સુધીમાં વધુ કંપનીઓ ઓનલાઇન ટેક્સનું ચૂકવણું કરી શકે છે. જીએસટી નેટવર્કના ચેરમેન નવીનકુમારે કહ્યું હતું કે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખના કારણે જીએસટીએન ઉપર કોઇ ટેક્િનકલ મુશ્કેલી ઊભી ના થાય તે માટે પૂરી તૈયારીઓ કરી રાખી છે.

નોંધનીય છે કે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૨૦ ઓગસ્ટ હતી, પરંતુ વેબસાઇટ પર ટેક્નિકલ ખામીના કારણે રિટર્ન ભરી નહીં શકવાના કારણે પાંચ દિવસ મુદત વધારી હતી, જે આવતી કાલે પૂરી થઇ રહી છે.

ચેરમેન નવીનકુમારે વધુમાં જણાવ્યું કે અંદાજે ૪૮ લાખ ટેક્સ ચૂકવણું કરતા વેપારીઓએ વેચાણના ડેટા નાખ્યા છે, જેમાંથી ૨૦ લાખ રિટર્ન ફાઇલ કરી ચૂક્યા છે અને ટેક્સનું ચૂકવણું પણ કર્યું છે. ૨૧ ઓગસ્ટ સુધીમાં ૧૦ લાખ કંપનીઓ દ્વારા ટેક્સના સ્વરૂપમાં એક અંદાજે સરકારને રૂ. ૪૨૦૦૦ કરોડ કરતાં વધુ આવક થઇ હતી.

You might also like